Site icon Revoi.in

વર્લ્ડ કપ બહિષ્કાર પર પાકિસ્તાન પર લાગી શકે છે કાયમી પ્રતિબંધ

Social Share

દુબઈ, 26 જાન્યુઆરી 2026: આગામી ટી20 વર્લ્ડ કપના બૉયકોટની ધમકી આપનાર પાકિસ્તાનને ICCએ અત્યાર સુધીની સૌથી આકરી ચેતવણી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો પાકિસ્તાન વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરશે, તો તેને ક્રિકેટની દુનિયામાંથી સંપૂર્ણપણે બાકાત કરવામાં આવી શકે છે.

ICCએ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જણાવી દીધું છે કે વર્લ્ડ કપ ન રમવાનું વલણ તેને અત્યંત મોંઘું પડશે. જો PCB પીછેહઠ કરશે આકરાં પ્રતિબંધો આવી શકે છે. કોઈપણ દેશ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરિઝ રમી શકશે નહીં. પાકિસ્તાનને આગામી એશિયા કપમાંથી પણ રદબાતલ કરવામાં આવશે. કોઈપણ વિદેશી ખેલાડીને પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમવા માટે તેમના દેશના બોર્ડ તરફથી NOC મળશે નહીં.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને તેની જીદને કારણે વર્લ્ડ કપમાંથી બાકાત કરી દેવામાં આવ્યું હતું અને તેના સ્થાને સ્કોટલેન્ડનો સમાવેશ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે બાંગ્લાદેશને બહાર કરવામાં પાકિસ્તાને તે સમયે મુખ્ય ભૂમિકા ભજવી હતી. મતદાન દરમિયાન બાંગ્લાદેશ અને પાકિસ્તાન એકલા પડી ગયા હતા, જેમાં તેમની વિરુદ્ધમાં 14 મત અને તરફેણમાં માત્ર 2 જ મત પડ્યા હતા.

PCB પ્રમુખ મોહસીન નકવીએ લાહોરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અહંકારી વલણ અપનાવતા કહ્યું હતું કે, “અમારા પીએમ શાહબાઝ શરીફ વિદેશ પ્રવાસે છે, તેઓ પરત ફરશે પછી અમે સલાહ લઈશું. જો સરકાર સંમત નહીં થાય, તો ICC ભલે અન્ય કોઈ ટીમને આમંત્રિત કરે.” નકવીના આ નિવેદનને ICCએ ગંભીરતાથી લીધું છે અને હવે કોઈપણ નરમ વલણ દાખવવાના મૂડમાં નથી.

Exit mobile version