Site icon Revoi.in

પાકિસ્તાને આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવી પડશે,ગ્રે લીસ્ટમાં જ રહેશે પાકિસ્તાન – એએફટીએફ

Social Share

દિલ્હીઃ- પાકિસ્તાન સતત આતંકીઓ સાથએ સંકળાયેલો દેશ તરીકે જાણીતો બન્યો છે,મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણ સંસ્થાઓ સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ શુક્રવારે કહ્યું હતું કે પાકિસ્તાનને “ગ્રે સૂચિમાં જ રહશે, આ સાથે એફએટીએફએ કહ્યું કે ઇસ્લામાબાદ યુએન નિયુક્ત આતંકવાદી સંગઠનો અને તેમના હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે.

આ મામલે શુક્રવારે FATFની બેઠકથી પાકિસ્તાને પોતાના માટે રાહતની આશા રાખી હતી. પરંતુ તેની ગ્રે લિસ્ટની સ્થિતિ અકબંધ છે.એફએટીએફએ એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાને તેની વ્યૂહાત્મક મહત્વની ખામીઓને દૂર કરવા માટે સતત કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. પેરિસ સ્થિત એફએટીએફના પ્રમુખ માર્કસ પ્લેઅરે જણાવ્યું હતું કે ડિજિટલ રીતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે જ એફએટીએફએ પાકિસ્તાન પરનુ દબાણ પણ વધારી દીધુ છે. એજન્સીએ કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિંત આતંકીઓ અને તેના સંગઠનો સામે કાર્યવાહી કરી સજા આપવાનું કામ પાકિસ્તાને કરવું જ પડશે. એફએટીએફની

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ૨૭ મુદ્દાઓમાંથી બહુ જ ઓછા મુદ્દાઓને પુરા કરી બતાવ્યા છે. બીજી તરફ પાકિસ્તાન હવે દોષનો ટોપલો પશ્ચિમી દેશો પર ઢોળતું જોવા મળ્યું છે અને એફએટીએફમાં જ રાખવાના નિર્ણયને પશ્ચિમી દેશોનો ભેદભાવ ગણાવ્યો છે.

ત્યારે હવે આતંકીઓને મદદ કરી ભારત પર હુમલા કરાવવા પાકિસ્તાનને ભઆરે પડ્યું છે, તેના કાવતરાઓને લઈને એફએટીએફએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રહેવા દીધું છે.