Site icon Revoi.in

અફધાનિસ્તાનમાં વિધ્વંસકારી ભૂમિકા નિભાવી રહ્યું છે પાકિસ્તાનઃ એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

Social Share

દિલ્હીઃ  અફઘાનિસ્તાન પરના ‘કોંગ્રેસનલ’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાન સંબંધિત બાબતોમાં પાકિસ્તાન લાંબા સમયથી સક્રિય છે. એટલું જ નહીં ઘણા કિસ્સાઓમાં વિનાશક અને અસ્થિરતા લાવવાની ભૂમિકા નિભાવતું રહ્યું છે. જેમાં તાલિબાનને સમર્થન આપવાની જોગવાઈનો આશરો પણ લીધો છે.

દ્વિપક્ષીય કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (CRS)ના એક રિપોર્ટ અનુસાર, જો પાકિસ્તાન, રશિયા અને ચીન અને અમેરિકાના સહયોગી એવા કતાર જેવા દેશો તાલિબાનને માન્યતા આપવા તરફ આગળ વધશે તો તે અમેરિકાને અલગ કરી શકે છે. તેમજ  તાલિબાનને અમેરિકન દબાણનો પ્રતિકાર કરવા અને તેનાથી બચવાની વધુ તકો મળશે.રિપોર્ટ અનુસાર, અમેરિકાનું વધુ શિક્ષાત્મક વલણ અફઘાનિસ્તાનમાં પહેલાથી જ ભયાનક માનવતાવાદી પરિસ્થિતિને વધુ અસર કરી શકે છે.

યુએસ કોંગ્રેસની સત્તાવાર વિચારસરણી અથવા અહેવાલ ગણવામાં આવતો નથી.અફઘાનિસ્તાનની બાબતોમાં પાકિસ્તાન લાંબા સમયથી સક્રિય રહ્યું છે તેમજ કેટલાક મામલામાં વિધ્વંસકારી અને અસ્થિરતા ફેલાવવાની ભૂમિકા નિભાવતું રહ્યું છે. જેમાં તાલિબાનને સમર્થન આપવાની જોગવાઈ પણ સામેલ છે. “ઘણા નિરીક્ષકો અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાને પાકિસ્તાન માટે નોંધપાત્ર વિજય તરીકે જુએ છે, અફઘાનિસ્તાનમાં તેના પ્રભાવમાં વધ્યો છે અને ભારતના પ્રભાવને મર્યાદિત કરવાના તેના દાયકાઓથી ચાલતા પ્રયાસોને પ્રોત્સાહન મળ્યું છે.”