Site icon Revoi.in

લડાખની નજીક પાકિસ્તાન તેનાત કરી રહ્યુ છે યુદ્ધવિમાનો

Social Share

જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 અસરહીન થતા પાકિસ્તાનને પોતાના પ્રેરીત અને પ્રાયોજીત ભાગલાવાદ તથા આતંકવાદના અસરહીન થવાનું કાઉન્ટડાઉન શરૂ થયાનો અણસાર આવી ગયો છે. સતત પાકિસ્તાન તણાવને વધારનારા નિર્ણયો લઈ રહ્યું છે. પાકિસ્તાને વેપાર-રાજદ્વારી સંબંધ, રેલવે-બસ સેવા બંધ કર્યા છે. તેના સિવાય પાકિસ્તાને લડાખની નજીક પોતાના એરબેસ પર ફાઈટર જેટ્સની તેનાતી શરૂ કરી દીધી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, પાકિસ્તાને બોર્ડર વિસ્તાર તરફથી પોતાની સેનાને વધારવાનું પણ શરૂ કર્યું છે. શનિવારે પાકિસ્તાન તરફથી સી-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને સ્કાર્દૂ એરબેઝ પર લાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

જણાવવામાં આવે છે કે પાકિસ્તાન એરક્રાફ્ટમાં કેટલીક સામગ્રીઓ લઈને આવ્યું છે. આ એરબેસ ભારતના લડાખની નજીકમાં છે. ભારતીય એજન્સીઓ પાકિસ્તાનની આવી દરેક ચાલબાજીઓ પર હાલ નજર રાખી રહી છે.

સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાને સ્કાર્દૂ એરબેઝ નજીક જેએફ-17 ફાઈટર જેટની તેનાતી પણ કરવાની તૈયારી શરૂ કરી છે. જે સામગ્રીઓને એરબેઝ પર પહોંચાડવામાં આવી છે, તે ફાઈટર જેટ્સ સાથે જોડાયેલી છે. જો કે કેટલાક સૂત્રોનું એવું પણ કહેવું છે કે પાકિસ્તાન ઝડપથી આ એરબેઝની નજીક પોતાની વાયુસેનાની એક્સરસાઈઝ કરે તેવી શક્યતા છે. જેમાં પાકિસ્તાની સેના પણ સામેલ હશે.

પાકિસ્તાનની આ કાયરતાપૂર્ણ હરકતો પર ભારતીય સુરક્ષા એજન્સીઓ અને એરફોર્સ ઝીણવટભરી નજર રાખી રહી છે. પાડોશી દેશના દરેક પગલાનો જવાબ આપવાની તૈયારી કરવામાં આવી છે.

આના પહેલા પણ પાકિસ્તાનના એક પત્રકારે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે ભારતના નિર્ણય બાદ પાકિસ્તાનની સેના એલઓસી નજીક પોતાની તેનાતી વધારી ચુકી છે. જો કે આની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવાયાનો વિરોધ કરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન, વિદેશ પ્રધાન અને સરકારના દરેક પ્રતિનિધિ સતત ભારતની વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. પાકિસ્તાન સતત કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ દરેક સ્થાન પરથી તેને નિરાશા જ હાથ લાગી રહી છે.