Site icon Revoi.in

ગુજરાતની કચ્છ બોર્ડર પર સેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડયું, સુરક્ષા એજન્સીઓ સતર્ક

Social Share

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આજે સવારે એર સ્ટ્રાઈક કરીને 300 આતંકવાદીને ઢેર કર્યા છે. ભારતીય વાયુસેનાના લગભગ 12 મિરાજ-2000 યુદ્ધવિમાનોએ પીઓકેમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓને તબાહ કર્યા છે.

તો બીજી તરફ ભારતીય સુરક્ષા દળોને પાકિસ્તાન સાથેની ગુજરાતના કચ્છ જિલ્લાની બોર્ડર પર એક મોટી સફળતા મળી છે. ભારતીય સુરક્ષાદળોએ સવારે સાડા છ વાગ્યે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં સફળતા મળી છે.

સૂત્રો મુજબ, ભારતીય સેનાની કાર્યવાહી કુલ 21 મિનિટ ચાલી અને 12 મિરાજ-2000 વિમાનોએ એક હજાર કિલોગ્રામનો બોમ્બ પીઓકેમાં ઘણાં આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરવા માટે ફેંકયા હતા. આ પહેલા સવારે જ પાકિસ્તાનની ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સના મહાનિદેશક આસિફ ગફૂરે સવારે ટ્વિટ કરીને અને રેડિયો પાકિસ્તાને દાવો કર્યો હતો કે વાયુસેનાના યુદ્ધવિમાનોએ પાછા ફરતા પહેલા ઉતાવળમાં વિમાનમાં રાખવામાં આવેલા બોમ્બ ફેંક્યા હતા અને તે ખૈબર પખ્તૂનખ્વામાં બાલાકોટ પાસે પડયો છે. રેડિયો પાકિસ્તાનના દાવા મુજબ, આ કથિત ઘટના મુઝફ્ફરાબાદ સેક્ટરમાં થઈ હતી.

ભારતીય વાયુસેનાની કાર્યવાહી 14મી ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલા બાદ 44 જવાનોના શહીદ થવાની ઘટનાના બદલામાં કરવામાં આવી છે. આ હુમલાનો દાવો પાકિસ્તાન ખાતે આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. બાદમાં પરમાણુ શક્તિ સંપન્ન પાડોશી દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. વિભિન્ન રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે વાયુસેનાએ મિરાજ-2000 યુદ્ધવિમાનો દ્વારા સવારે સાડા ત્રણ વાગ્યે એરસ્ટ્રાઈકની કાર્યવાહી કરી હતી.