Site icon Revoi.in

ભારતીય સરહદમાં ફરી દીધી પાકિસ્તાની ડ્રોને દસ્તક,સર્ચ ઓપરેશન શરુ

Social Share

શ્રીનગર:પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ભારતીય વિસ્તારમાં ડ્રોન મોકલવાની ગતિવિધિઓ અટકવાનું નામ નથી લઈ રહી.તેનું વધુ એક તાજું ઉદાહરણ મોડી રાત્રે જોવા મળ્યું જ્યારે પાકિસ્તાની ડ્રોન ફરી એકવાર ભારતીય સરહદમાં ઘૂસી ગયું.

મળતી માહિતી મુજબ મોડી રાત્રે જિલ્લા હેઠળ આવતા ભારત-પાક બોર્ડરના બી.ઓ.પી. નૂરવાલામાં મોડી રાત્રે 12 વાગ્યે પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યાનો અવાજ સંભળાયો હતો.આ દરમિયાન બોર્ડર પર તૈનાત બીએસએફની 103 બટાલિયન એક્શનમાં આવી ગઈ હતી.

ડ્રોનને ભગાડવા માટે BSF દ્વારા લગભગ 2 ડઝન રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.થોડા સમય બાદ ડ્રોન પાકિસ્તાન પરત ફર્યું હતું.એસ.પી. વિશાલજીત સિંહે જણાવ્યું કે શનિવારે સવારે ખેમકરણ પોલીસ સ્ટેશન અને બી.એસ.એફ. વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ છે.