Site icon Revoi.in

પાકિસ્તાનના બલૂચિસ્તાન વરસાદનો કહેર – 25ના લોકોના મોત, જીલ્લામાં કટોકટી જાહેર

Social Share

 

દિલ્હી- દેશભર સહિત પાડોશી દેશોમાં વરસાદની સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે પાકિસ્તાનમાં બલૂચિસ્તાન પ્રાંતમાં વિતેલા દિવસને બુધવારે મુશળધાર વરસ્યો હતો, વરસાદને પગલે અચાનક આવેલા પૂરમાં એક જ પરિવારની છ મહિલાઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હોવાનો એહેવાલ  છે. ત્યાર બાદ  કેટા જિલ્લામાં કટોકટીની સ્થિતિ જાહેર કરવી પડી હતી. ઘણા લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.

પ્રદેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે બલૂચિસ્તાનના ઘણા ભાગોમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 25 જેટલા મૃત્યુ થયા છે. મુશળધાર વરસાદમાં અનેક લોકો ઘાયલ થયાના બનાવો પણ સામે આવી રહ્યા છે. બલૂચિસ્તાનમાં હજુ પણ ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે તેથી વધુ લોકોના મોત થવાની શક્યતા છે.

પ્રદેશના તંત્રએ વધુ વિગત આપતા કહ્યું કે નાસરે કહ્યું કે ક્વેટા જિલ્લામાં 300થી વધુ  મકાનોને નુકસાન થયું છે. ક્વેટામાં, વરસાદ અને જોરદાર પવનને કારણે તેમના અસ્થાયી મકાનની દીવાલ ધરાશાયી થતાં એક પરિવારની 6 મહિલાઓનાં મોત થયાં હતાં.

હોસ્પિટલમાં લઈ જવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે બે ઘાયલ મહિલાઓના મોત થયા હતા. ક્વેટાની હદમાં એક મકાન ધરાશાયી થતાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકોના પણ મોત થયા હતા

આ સહીત બલૂચિસ્તાન સરકારે ક્વેટા જિલ્લામાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ક્વેટામાં ઊંડા તળાવમાં ડૂબી જવાથી જીવ ગુમાવનાર બે છોકરીઓના મૃતદેહ ભોસા મંડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. મંડ વિસ્તારમાં, ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયા, જ્યારે મસ્તુંગ જિલ્લાના દશ્ત વિસ્તારમાં, ઘરની દિવાલ ધરાશાયી થતાં બે મહિલાઓના મોત થયા.આ સમગ્ર સ્થિતિને જોતા જીલ્લામાંમ કટોકટી લાદી દેવામાં આવી છે.આ સાથે જ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે.