Site icon Revoi.in

ચીને પાવર પ્રોજેક્ટની કામગીરી અટકાવવા પાકિસ્તાનમાં વિજળીની સમસ્યા વધુ ઘેરી બની

Social Share

નવી દિલ્હીઃ પાવર અને ઈંધણની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ચીને મોટો ઝટકો આપ્યો છે. ચીનના એન્જિનિયરો અને કર્મચારીઓએ આ વર્ષે જુલાઈથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં 969 મેગાવોટના નીલમ-જેલમ હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું સમારકામ અટકાવી દીધું છે. ચીને આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે પાકિસ્તાન સતત ઉર્જા અને વીજળીની અછતનો સામનો કરી રહ્યું છે. ચીને સમારકામ અટકાવવા પાછળનું કારણ આપ્યું છે કે સ્થાનિક લોકો આ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સામે જોરદાર વિરોધ કરી રહ્યા છે.

ચીને કહ્યું છે કે, તેમના કર્મચારીઓને પાકિસ્તાનની પોલીસ સુરક્ષા આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે. દરમિયાન, પાવર પ્રોજેક્ટમાંથી ચીનના અચાનક ખસી જવાના કારણે હાઈડ્રો પાવર પ્રોજેક્ટને લઈને ઈસ્લામાબાદ અને બેઈજિંગ વચ્ચે તણાવ સર્જાયો છે. આ પાવર પ્રોજેક્ટ PoKની કથિત રાજધાની મુઝફ્ફરાબાદ પાસે સ્થિત છે. આ ચીની એન્જિનિયરો એક મહત્વપૂર્ણ ટનલ ખોલવાનું કામ કરી રહ્યા હતા. આ પાવર પ્રોજેક્ટ 508 અબજ રૂપિયાનો છે અને 3 વર્ષ સુધી કામ કર્યા બાદ અચાનક બંધ થઈ ગયો.

પાકિસ્તાન અને ચીનના અધિકારીઓ વચ્ચે સંયુક્ત પ્રોજેક્ટને લઈને ગંભીર મતભેદો છે. તેમાં નીલમ-જેલમ પ્લાન્ટ તેમજ ખાસ કરીને દાસુ, મોહમ્મદ પાવર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પ્લાન્ટનું પાણી આ 3.5 કિલોમીટર લાંબી ટનલ દ્વારા નદીમાં વહન કરવામાં આવે છે. આ ટનલમાં ગંભીર ખામી સર્જાઈ છે. જેના કારણે આખો પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો.

પ્લાન્ટ બંધ થવાથી પાકિસ્તાનમાં વીજળીની ગંભીર કટોકટી સર્જાઈ છે. પાકિસ્તાની અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે ચીનના પ્રોજેક્ટમાં ઘણી ખામીઓ છે અને તેને ચલાવવી મુશ્કેલ બની ગઈ છે. બીજી તરફ ચીનની પોતાની ફરિયાદ છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનીઓ આ કામ માટે પૈસા ચૂકવતા નથી, જેના કારણે ટનલ રિપેરિંગના કામ પર અસર પડી રહી છે. આ સિવાય ચીનના નાગરિકો પણ સ્થાનિક લોકોના હુમલાથી ડરે છે.

Exit mobile version