Site icon Revoi.in

સમગ્ર એશિયામાં રહેવા લાયક સૌથી ખરાબ શહેરોમાં પાકિસ્તાનનું કરાચી, રહેવા લાયક સૌથી બેસ્ટ સિટી ઓસ્ટ્રેલિયાની રાજઘાની – APACની યાદી જાહેર

Social Share

વિશ્વભરમાં એવા દેશોનો સમાવેશ થાય છે કે જ્યાં રહેવું સૌથી બેસ્ટ પણ છે તો કેટાક શહેરોમાં રહેવું સૌથી ખરાબ ગણાય છે ત્યારે હવે એશિયામાં રહેવા લાયક સૌથી ખરાબ અને સારા સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે પાડોશી દેશ પાકિસ્તાનનું શહેર કરાંચી રહેવા માટે સૌથી ખરાબ શહેર તરીકે આંકવામાં આવ્યું છે

પ્રાપ્ત વિગત પ્રમાણે વિશ્વના સૌથી વધુ રહેવા યોગ્ય શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. ભારત આમાં પાકિસ્તાનને પાછળ છોડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એશિયા પેસિફિક (APAC)ની યાદીમાં 173 શહેરોના નામ સામેલ છે. જેમાં ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાને રહેવા માટે શ્રેષ્ઠ શહેર ગણાવ્યું છે.