Site icon Revoi.in

પાકિસ્તાનના મંત્રીએ કર્યું બુદ્ધિનું પ્રદર્શનઃ કાતર નહીં મળતા દાંતથી કાપી રિબીન

Social Share

દિલ્હીઃ પાકિસ્તામાં ક્યારે શું થઈ જાય કોઈને ખબર નથી હોતી. અહીં એક મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો પંજાબ પ્રાંતના જેલ મંત્રી અને સરકારના પ્રવકત્તા ફયાઝ અલ હસન ચૌહાણનો છે. જેમાં રેલ મંત્રી કાતર નહીં મળતા દાંતથી રિબીન કાપતા મળી રહ્યાં છે. મજાની વાત તો એ છે કે, આ વીડિયો મંત્રીએ જ સોશિયલ મીડિયા ઉપર શેયર કર્યો હતો.

વીડિયો શેયર કરીને મંત્રી ખયાઝ અલ હસલ ચૌહાણે કહ્યું હતું કે, પોતાના વિધાનસભા વિસ્તારમાં એક દુખાનનું ઉદઘાટન કરવાનો અંદાજ, તેમણે જ આ દુકાનનું ઉદ્દધાટન કર્યું હતું. જો કે, રિબીન કાપ માટે રાખવામાં આવેલી કાપર ખરા સમયે નહીં મળતા અંતે મંત્રીએ પોતાની બુદ્ધિ દોડાવીને દાંતથી રિબીન કાપી ઉદ્દઘાટન કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, દુકાનદારને શરમીંદગીથી બચાવવા માટે આ નવો વર્લ્ડ રેકોર્ડ બાવ્યો છે.

પાકિસ્તાનના જેલ મંત્રીએ શેયર કરેલો વીડિયો અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે. તેમજ વિવિધ કોમેન્ટ કરી રહ્યાં છે. તેમજ પાકિસ્તાનના આ મંત્રીની અનેક લોકો મજાક ઉડાવી રહ્યાં છે. જ્યારે કેટલાક તેમની પ્રશંસા પણ કરી રહ્યાં છે.

Exit mobile version