Site icon Revoi.in

પાકિસ્તાના સૂચના મંત્રી મરિયનનું લંડનમાં થયું ઘોર અપમાન – એક દુકાનમાં પ્રવેશતા જ ચોર-ચોરના લાગ્યા નારા

Social Share

દિલ્હીઃ- પાકિસ્તાન દેશ વિશ્વ ભરમાં તેની હરકતના કારણે જાણીતો દેશ છે,અનેક વિવાદો વચ્ચે પાકિસ્તાન ઘેરાયલેું રહે છે, ત્યારે તાજેતરમાં પાકિલ્તાનના સૂચનામંત્રી ચર્ચામાં આવ્યા છે, વાત જાણે એમ છે કે આ મંત્રીએ લોકો દ્રારા અપમાનનો સામવો કરવો પડ્યો છે.

પાકિસ્તાનના સૂચના મંત્રી લંડન ખાતે મરિયમ ઓરંગઝેબ એક કોફીશોપમાં કોફી લેવા માટે પહોંચ્યા હતા દુકાનમાં પહોંચકતાની સાથે જ લોકોને તેમના સામે ક્રોધ જતાવ્યો હતો અને ચોરની ચોરનીના નારા લગાવ્યા હતા. આ સાથે જ તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

આજકાલ પાકિસ્તાનની પરિસ્થિ જે રીતે જોવા મળી રહી છે તે રીતે વિશ્વભરના ઘણા દેશો પાકિસલ્તાનને ખરી ખોટી સંભળાવી રહ્યા છે ,પાકિસ્તાનના હાલાત જાણે લોકો સમક્ષ મજાક બનીને રહી ગયા છે. પુરની સ્થિતિ બાદ અહીની સ્થિતિ વણસી રહી છે લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે. લોકો કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે આ મંત્રીજી વિદેશ પ્રવાે પહોંચીને એક્સપેન્સલિવ કોફઈની મજા માણી રહ્યા છે ત્યારે લોકોએ તેમને જોઈને ગુસ્સો ઠાલવ્યો હતો અને ચોરનીની નારેબાજી કરી હતી.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે મરિયમ ઔરંગઝેબનો પીછો કરતા પાકિસ્તાનીઓએ ‘ચોર્ની, ચોર્ની’ના નારા લગાવ્યા હતા. આ સિવાય કેટલાક લોકોએ તેને બેશરમ કહીને પણ બોલાવી હતી આ ઘટનાના ઘણા વીડિયો પણ વા.રલ થી રહ્યા છે.આ વિરોધ કરનાના બીજા કોઈ નહી પરંતુ તેઓ પાકિસ્તાની મૂળના લોકો જ  છે જે પોતાના દેશની કથળતી સ્થિતિને જોઈને મંત્રી સામે આ નારા લગાવ્યા હતા.જો કે બીજી મહત્વની વાત એ છે કે મરિયમે લોકોના આ વર્તનનો વળતો કોઈ પણ જવાબ નહોતો આપ્યો.