Site icon Revoi.in

FATF ગ્રે લિસ્ટમાંથી હટાવ્યું પાકિસ્તાનનું નામ,જાણો શું છે આ લિસ્ટનો અર્થ

Social Share

દિલ્હી:FATFની ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાનનું નામ હટાવી દેવામાં આવ્યું છે.જર્મનીના બર્લિનમાં ચાલી રહેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.લાંબા સમયથી પાકિસ્તાન આતંકવાદ વિરોધી સંગઠન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાંથી પોતાનું નામ હટાવવામાં વ્યસ્ત હતું.યાદીમાંથી નામ હટાવ્યા બાદ પાકિસ્તાને રાહતનો શ્વાસ લીધો હતો.આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે,FATF શું છે, તેના બ્લેક એન્ડ ગ્રે લિસ્ટમાં સામેલ થવાનો શું અર્થ થાય છે..

FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે નાણાકીય ગુનાઓને રોકવા માટે કામ કરે છે.આ ગુના અને આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે. આવા નાણાકીય ગુનાઓના આધારે દેશોને બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, અત્યાર સુધી પાકિસ્તાન FATFની ગ્રે લિસ્ટમાં સામેલ હતું.

હવે બ્લેક અને ગ્રે લિસ્ટ વચ્ચેનો તફાવત સમજીએ.જે દેશો આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપે છે તેમને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. બ્લેક લિસ્ટ ગ્રે લિસ્ટ કરતાં વધુ ગંભીર માનવામાં આવે છે. પાકિસ્તાન હાલમાં ગ્રે લિસ્ટમાં સામેલ હતું, લાંબા સમય બાદ તેને આ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે.

ગ્રે લિસ્ટમાં એવા દેશોનો સમાવેશ થાય છે જે ટેરર ​​ફંડિંગ અને મની લોન્ડરિંગને પ્રોત્સાહન આપે છે. આ યાદીમાં તે દેશોનો સમાવેશ કરવાનો અર્થ એ છે કે તેમને આવા મામલા રોકવા માટે ચેતવણી આપવામાં આવી રહી છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમને બ્લેક લિસ્ટમાં સામેલ કરવામાં આવી શકે છે, જે ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. હાલમાં, ગ્રે લિસ્ટમાં પનામા, શ્રીલંકા, ઇથોપિયા, બહામાસ, બોત્સ્વાના, કંબોડિયા, ઘાના, પનામા, સીરિયા, ટ્યુનિશિયા, યમન, ત્રિનિદાદ અને ટોબેગોનો સમાવેશ થાય છે.

તે દેશોને બ્લેક લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે જે આતંકવાદી ગતિવિધિઓ માટે ફંડિંગ આપે છે અને મની લોન્ડરિંગને પ્રોત્સાહન આપે છે.બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, નોર્થ કોરિયા અને ઈરાનને ટેરર ​​ફંડિંગના કારણે બ્લેક લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. બ્લેકલિસ્ટમાં સામેલ દેશોને વિદેશી લોન મળવાનું બંધ થઈ જાય છે અને રોકાણકારો અંતર જાળવી રાખે છે. પરિણામે તે દેશની અર્થવ્યવસ્થા નબળી પડી જાય છે. આ સાથે, આંતરરાષ્ટ્રીય સ્તરે છબી નકારાત્મક બને છે.