Site icon Revoi.in

પાકિસ્તાનના પીએમ પહોંચ્યા સાઉદીના મદીના શહેરમાં – જાહેરમાં લોકોએ ચોર-ચોરના નારા લગાવ્યા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં પાકિસ્તાન તેની નાપાક હરકત માટે જાણીતો દેશ છે,અવાર નવાર અનેક દેશો પાકિસ્તાનની નિંદા કરતા આવ્યા છે ,હાલ પાકિસ્તાનમાં ઈમરાન ખાન બાદ પીએમનું સ્થાન નવા પીએમ બનેલા શહબાઝ શરીફે લીઘુ છે જો કે છત્તા પણ પાકિસ્તાનની બહારની જનતાનો રોષ ઓછો થયો નથી, તાજેતરમાં જ આવી એક ઘટના સામે આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના નેતૃત્વવાળુ પ્રતિનિધિમંડળ ત્રણ દિવસના સાઉદી અરબના પ્રવાસે છે. આ દરમિયાન ડેલિગેશન મદીનામાં મસ્જિદ એ નબવી પણ પહોંચ્યું હતું. આ દરમિયાન ચોર-ચોરના નારાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું જોહેરમાં પીએમ ચોર ચોરના નારા લાગ્યા હતા

જો કે આ . ઘટના બાદ પોલીસે નારા લગાવનારાઓની પવિત્રતા ભંગના આરોપસર ધરપકડ કરી લીધી છે. એક વીડિયોમાં સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબ અને નેશનલ એસેમ્બલીના સભ્ય શાહજૈન બુગતી અન્ય લોકો સાથે જોવા મળ્યા. પાકિસ્તાનના એક અખબાર મુજબ ઔરંગઝેબે આ વિરોધ પાછળ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન  ખાનને જવાબદાર ગણાવાય રહ્યા છે.

જ્યારે પ્રતિનિધિમંડળ મસ્જિદ-એ-નબવી પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતા. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એક વીડિયોમાં માહિતી મંત્રી મરિયમ ઔરંગઝેબ અને નેશનલ એસેમ્બલીના સભ્ય શાહઝૈન બુગતી અન્ય લોકો સાથે જોવા મળ્યા હતા.

 પાકિસ્તાની રિપોર્ટ પ્રમાણે ઔરંગઝેબે આડકતરી રીતે પદભ્રષ્ટ ઈમરાન ખાનને વિરોધ માટે જવાબદાર ઠેરવ્યા હતા. અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન દ્વારા ઔરંગઝેબને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હું આ પવિત્ર ભૂમિ પર આ વ્યક્તિનું નામ નહીં લઉં કારણ કે હું આ જમીનનો ઉપયોગ રાજકારણ માટે કરવા માંગતો નથી. પરંતુ તેઓએ પાકિસ્તાની સમાજને બદનામ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાઉદી અરેબિયાની તેમની પ્રથમ ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે.

Exit mobile version