Site icon Revoi.in

પાલનપુરઃ અકસ્માતમાં બ્રેઈન-ડેડ થયેલા યુવાનના અંગોનું દાન, 3 વ્યક્તિઓને મળ્યું નવજીવન

Social Share

અમદાવાદઃ ઉત્તરગુજરાતના પાલનપુરમાં વીજ થાંભલા ઉપર ચડીને કામ કરતો યુજીવીસીએલનો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ ઉપરથી નીચે પડકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જેથી તેના પરિવારજનોએ યુવાનના અંગોના દાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી આરોગ્ય અધિકારીઓએ તેની બે કીડની અને લીવરનું દાન મેળવ્યું હતું. તેમજ અન્ય 3 દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટની કવાયત તેજ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરના સાગ્રોસણા ગામમાં રહેતા કિસ્મતભાઈ કાંતિભાઈ કરણાવત યુજીવીસીએલમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે બજાવતા હતા. દરમિયાન પાલનપુરમાં વીજ સમારકામ માટે થાંભલા ઉપર ચડ્યાં હતા. આ વખતે તેઓ અચાનક નીચે પટકાયાં હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા અને વધારે સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તબીબોએ બ્રેઈનડેડ હોવાની જાહેરાત કરી હતી. જેથી પરિવારજનોના પગનીચેથી જમીન ખસી પડી હતી. જો કે, ગણતરીની મિનિટોમાં સ્વસ્થય થઈને યુવાનના અંગોના દાનની ઈચ્છા વ્યક્ત કરી હતી.

કિસ્મતભાઈ કરણાવતના ભાઈ હિતેશભાઈ જણાવ્યું હતું કે, તબીબોએ કિસ્મતને બ્રેઈનડેડ જાહેર કરતા પિતા કાંતિભાઈ મગનભાઈ, માતા દીવીબેન, ભાઈ નીખીલ, મોટા બાપુજી દિનેશભાઈ રમેશભાઈ, રમેશભાઈ મગનભાઈએ અંગોનું દાન કરવાની ઈચ્છા કરી હતી. કિસ્મતની બે કિડની ગુજરાતના દર્દીઓને અને લીવર ચિન્નાઈના દર્દીને દાન આપવામાં આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કિસ્મત નાનપણથી જ પરોપકારી સ્વભાવનો હતો અને કોઈની પણ મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતો હતો. તેણે પોતાના સ્વભાવ અનુસાર પોતાના દેહનો ત્યાગ કર્યા બાદ પણ 3 દર્દીઓને નવુજીવન આપ્યું છે. દીકરાની આખી જીંદગી ખોટ રહેશે પરંતુ તેના અંગેના દાનથી 3 વ્યક્તિઓને જીવન મળ્યું હોવાથી, તે તેમના શરીરમાં જીવીત રહેશે તેનો સંતોષ આખી જીંદગી રહેશે.