Site icon Revoi.in

સંસદઃ લંચમાં PM મોદી-મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ બાજરીઓની વાનગીઓનો સ્વાદ માંણ્યો

Social Share

નવી દિલ્હીઃ દેશમાં બાજરીનું પુષ્કળ ઉત્પાદન થાય છે તેમજ ગુજરાત સહિતના રાજ્યોમાં બાજરીનો આહારમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ લોકોમાં ઘઉંના લોટનું ચલણ વધારે છે. જેથી લોકો બાજરીનો પણ આહારમાં વધારેમાં વધારે ઉપયોગ કરતા થાય તેવા પ્રયાસો કેન્દ્રની મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય નેતાઓ સાથે સંસદમાં લંચમાં હાજરી આપી હતી જ્યાં ભારત 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે બાજરીની વાનગીઓ પીરસવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, અને ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો પણ જોડાયાં હતા. આ મહાનુભાવોએ બાજરીથી બનેલી વિવિધ વાનગીઓનો સ્વાદ માંણ્યો હતો.

દરમિયાન વડાપ્રધા નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “જ્યારે આપણે 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ચિહ્નિત કરવાની તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે સંસદમાં એક શાનદાર લંચમાં હાજરી આપી હતી જ્યાં બાજરીની વાનગીઓ પીરસવામાં આવી હતી. તમામ પક્ષકારોની ભાગીદારી જોઈને આનંદ થયો.”