Site icon Revoi.in

વિકાસલક્ષી કાર્યોનું નિરિક્ષણ કરવા સંસદીય સમિતિ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની લેશે મુલાકાત

Social Share

શ્રીનગર – જમ્નુ કાશ્મીરમાંથી જ્યારેથી કલમ 370 નાબુક કરાી છે ત્યારથી અનેક વિકાસના કાર્યોને વેગ મળ્યો છે, અનેક લોકો અહીં ભયમૂક્ત જીવન જીવતા થયા છે.અહીંની સ્થિતિ હવે પહેલા કરતા ઘણી સુધરેલી જોય શકાય છે ત્યારે શહેરી બાબતોની સ્થાયી સંસદીય સમિતિ 20 થી 25 ઓગસ્ટ દરમિયાન જમ્મુ -કાશ્મીર અને લદ્દાખની મુલાકાત કરનાર છે.

આ સમિતિની મુલાકાતનો ઉદ્દેશ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શહેરી વિકાસ અને અન્ય કલ્યાણ પ્રોજેક્ટ સાથે સંબંધિત મુદ્દાઓની વિગતવાર તપાસ કરવાનો છે.ભાજપના સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતાવાળી સમિતિમાં રાજ્યસભા અને લોકસભાના 30 સભ્યોનો સમાવેશ થાય છે.

આ સમિતિ 20 ઓગસ્ટના રોજથી શ્રીનગરથી પોતાનો પ્રવાસ શરૂ કરશે. સમયપત્રક મુજબ, પ્રથમ દિવસે સમિતિ વિવિધ વિભાગોના અધિકારીઓને મળશે અને અનેક પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે.આ સહીત સમિતિના સભ્યો સ્માર્ટ સિટી મિશન, અમૃત અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન-શહેરી, પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના, શ્રીનગર અને જમ્મુમાં મેટ્રો પ્રોજેક્ટના અમલીકરણ, દીનદયાલ અંત્યોદય યોજના અને CPWD ની કામગીરીની સમીક્ષા કરશે.

આ સાથે જ મુલાકાતના બીજા દિવસે આ સમિતિના સભ્યો પહેલગામની મપલાકાત કરશે. પહેલગામ બાદ સમિતિ ગુલમર્ગ જશે અને સ્થાનિક અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. પ્રવાસના છેલ્લા ચરણમાં સમિતિના સભ્યો લેહ પહોંચશે અને અટલ ભારત મિશન-અર્બન, પીએમ સેવા નિધિ, પીએમએવાય- ના કાર્યોની સમીક્ષા કરશે.