Site icon Revoi.in

કારમાં પાછળની સીટ પર બેસેલા યાત્રીઓ સીટ બેલ્ટ નહી બાંધે તો ભરવો પડશે દંડ – ટૂંક સમયમાં નવો નિયમ જારી થશે

Social Share

 

દિલ્હીઃ- દેશની સરકાર હવે કારમાં સવાર યાત્રીઓને લઈને ટૂંકસમયમાં નવો નિયમ લાવી શકે છે, પાછઠળ બેસેલા વ્યક્તિઓએ સીટ બેટ ફરજિયાત બાંધવાના નિયમનો આદેશ જારી કરવામાં આવશે, સામાન્ય રીતે પાછળની સીટ પર બેઠેલા લોકો ઘણીવાર સીટ બેલ્ટ પહેરતા નથી, પરંતુ વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે કારમાં તમામ લોકો માટે સીટ પહેરવી જરૂરી રહેશે. 

કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે એક કાર્યક્રમમાં કાર અકસ્માતમાં સાયરસ મિત્રીના મૃત્યુનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગડકરીએ દંડની વાત કરી હતી.સાયરસ મિસ્ત્રીના મોતની ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દુખ જતાવ્યું હતું અને આ  નવા નિયમની પણ વાત કરી છે. રોડ ટ્રાંસપોર્ટ અને હાઈવેના યુનિય મિનિસ્ટરે ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય તે તમામ લોકો પર દંડ લાગુ કરવાની યોજના બનાવી રહી છે જે લોકો કારમાં સીટ બેલ્ટ વગર યાત્રા કરે છે.

તેમણે કહ્યું કે કારના ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો પડશે. આ સાથે જો કારની પાછળની સીટ પર બેઠેલા લોકો સીટ બેલ્ટ નહીં બાંધે તો તેમને દંડ ભરવો પડશે. આગામી ત્રણ દિવસમાં કેન્દ્ર સરકારના પરિવહન મંત્રાલય દ્વારા આદેશ જારી કરવામાં આવશે. આ નિયમો તમામ કાર માટે લાગુ થશે જેનો દરેક લોકોએ ફરજિયાત અમલ કરવો પડશે.