Site icon Revoi.in

પાટણ LCB અને SOG પોલીસની ટીમે લુંટારૂ ટોળકીને ઝડપી

Social Share

પાટણ: ઈડરની આંગડીયા પેઢીમાં લુંટ ચલાવનારા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પાટણ LCB અને SOG પોલીસની ટીમે લુંટારૂ ટોળકીને ઝડપી પાડી હતી. આંગડીયા પેઢી લુંટમાં સંડોવાયેલા શખ્સો મુદ્દામાલનો ભાગ પાડવા સિદ્ધપુર સરસ્વતી નદીના પુલ નીચે એકઠા થયા હતા ત્યારે બાતમીના આધારે તમામની મુદ્દામાલ સાથે ધરપકડ કરીને સિદ્ધપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,ઈડરના આંગડીયા પેઢીના માણસોને બંદુક બતાવી લૂંટારુઓએ લુંટ ચલાવી હતી. હાલ પોલીસ આ મુદ્દે તમામ પ્રકારની તપાસ કરી રહી છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલી ટોળકી પાસેથી વધારે પ્રકારની ગુનાહની જાણકારી પણ મળી શકે છે.