- હાઈબ્લડ પ્રેશનના દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવું
- બીપી વધવાથી આંખો પર થાય છે અસર
જો તમે બ્લડ પ્રેશના દર્દીઓ છો તો તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે હાઈ બીપી શરીરના ઘણા ભાગોને અસર કરે છે જેમ કે હૃદય, કિડની વગેરે.આ સાથે જ આંખો પર પણ ખરાબ અસર પડે છે. બ્લડ પ્રેશરમાં વધારો થવાને કારણે રેટિનાની રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે. બીપી વધવાથી આંખમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. તો ચાલો જાણીએ શું અસર થાય છે આંખો પર.
આંખોની રોશની ઓછી થાય છે.
હાઈપરટેન્શનને કારણે આંખોની રોશની ઓછી થઈ જાય છે. બીપી વધવાથી મગજની અંદરનું દબાણ વધે છે. જેના કારણે જ્ઞાનતંતુઓ પર દબાણ આવવા લાગે છે. આ દબાણ એટલું વધારે છે કે આંખના પડદા પર કોઈ પણ પ્રકારનો આકાર બની શકતો નથી અને દર્દી કંઈપણ જોઈ શકતો નથી. જે દર્દીઓનું બીપી વધારે રહે છે, તેઓએ પોતાની આંખોની તપાસ કરાવતા રહેવું જોઈએ.
નેત્રપટલમાં સોજા આવે છે
હાઈપરટેન્સિવ રેટિનોપેથીની સમસ્યા એવા દર્દીઓમાં થાય છે જેમને લાંબા સમયથી હાઈપરટેન્શનની સમસ્યા હોય છે. આ રોગમાં લોહીની ધમનીઓને નુકસાન થાય છે, જેના કારણે નેત્રપટલમાં સોજો આવે છે અને આંખની રક્તવાહિનીઓ વધી જાય છે, જેનાથી આંખોની રોશની પર ખરાબ અસર પડે છે.
આંખો માં બ્લડના ડાઘ
આ સાથે જ આંખમાં લોહીના ડાઘ થવાનું કારણ હાઈ બીપીની સમસ્યા પણ હોઈ શકે છે. આ સમસ્યા વૃદ્ધોમાં વધુ જોવા મળે છે. તેને સબકન્ડક્ટિવ હેમરેજ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ રોગ હાઈ બીપીની નિશાની પણ હોઈ શકે છે. તેને સુગર લેવલ અને હાઈપરટેન્શનની સમસ્યાનું સામાન્ય લક્ષણ માનવામાં આવે છે.