Site icon Revoi.in

પાવાગઢઃ રોપ-વેના ભાડામાં કરાયો વધારો, હવે રોપ-વેમાં બેસવા ખિસ્સામાંથી 170 ખર્ચવા પડશે

Social Share

વડોદરા :  રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ,  ગિરનાર  અને અંબાજીના ગબ્બર ખાતે રોપ વેની સુવિધા છે. ગિરનાર ખાતે રોપ વે ની સુવિધા ગત વર્ષે જ શરૂ કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમયે ગિરનાર રોપ વેના ભાડાને લઈને વિરોધ ઉઠ્યો હતો. જે બાદમાં રોપ વેનું સંચાલન કરતી કંપની તરફથી ભાડામાં નજીવો ઘટાડો કરાયો હતો. હવે પાવાગઢ ખાતે રોપ વેના ભાડામાં વધારો ઝીંકાયો છે. ઉષા બ્રેકો નામની કંપની પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરે છે. ઉલ્લેખનીય છે કે પાવાગઢ રોપવેની લંબાઈ 736 મીટર છે. જ્યારે ગિરનાર રોપ વેની લંબાઈ 2,320 મીટર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વેની સેવાના ભાડામાં  29 રૂપિયાનો વધારો કરાયો છે. પહેલા અવરજવરની ટિકિટ પેટે 141 રૂપિયા લેવામાં આવતા હતા. જેમાં 29 રૂપિયાનો વધારો કરતા હવે ટિકિટનો ભાવ 170 રૂપિયા થયો છે. કંપનીએ 2019ના વર્ષમાં 116 રૂપિયામાંથી ભાડું વધારીને 141 રૂપિયા કર્યું હતું. હવે ફરીથી કંપનીએ ભાડામાં વધારો કર્યો છે. ભાડામાં વધારો થતાં હવે રોપ વેમાં બેસીના માતાજીના દર્શન કરવા માંગતા ભક્તોએ વધારો ખર્ચ કરવો પડશે.

ગત વર્ષે ગિરનાર રોપ-વે શરૂ થયો હતો. જોકે, રોપ-વેની ટિકિટના ભાવ સાંભળ્યા બાદ ખૂબ વિરોધ ઉઠ્યો હતો. ત્યારબાદ  કંપની તરફથી ભાડામાં થોડો ઘટાડો કરાયો હતો. હાલ પુખ્ત વયની વ્યક્તિ માટે ટિકિટનો ભાવ 700 રૂપિયા છે. 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઈ અને પરત આવી શકે છે. બાળકો માટે આવવા અને જવાના ટિકિટનો ભાવ જીએસટી સહિત 350 રૂપિયા છે.   જો કોઈ વ્યક્તિએ એક તરફની મુસાફરી કરે છે તો તેણે જીએસટી સાથે 400 રૂપિયા ચૂકવવા પડે છે. પાંચ વર્ષ સુધીના બાળકોની કોઈ ટિકિટ લેવામાં આવતી નથી. બાળકોની ટિકિટમાં પાંચથી 10 વર્ષની વચ્ચેના બાળકોનો સમાવેશ થાય છે. 10 વર્ષથી વધુની ઉંમરના બાળકોએ ફૂલ ટિકિટ લેવાની રહે છે. દિવ્યાંગ તેમને ડિફેન્સ વ્યક્તિઓને ટિકિટનમાં કન્સેશન મળે છે. આ માટે આઈડી કાર્ડ ફરજિયાત બતાવવાનું રહે છે.