Site icon Revoi.in

કેન્દ્રની ભાજપ સરકારના 10 વર્ષના શાસનથી પ્રજા કંટાળી ગઈ છેઃ સચિન પાયલોટ

Social Share

જયપુરઃ રાજસ્થાનમાં સવારથી જ વિધાનસભાની 199 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. તેમજ 11 કલાક સુધીમાં લગભગ 25 ટકા જેટલુ મતદાન થયું છે. વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સચિન પાયલોટે મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. તેમજ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો દાવો કર્યો હતો.

રાજસ્થાનના કોંગ્રેસના સિનિયર નેતા સચિન પાયલોટે જણાવ્યું હતું કે,હુ સમગ્ર રાજ્યમાં ફર્યો છે, તેમજ ચૂંટણીનો માહોલ જોયો છે, દરમિયાન ભાજપાની સરકારના 10 વર્ષના શાસનથી પ્રજા કંટાળી ગઈ છે. જેથી હું ઈચ્છી રહ્યો છું કે, લોકો વધારેમાં વધારે મતદાન કરે. તેમણે વધારેમાં કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીને લઈને કેટલાક અઠવાડિયાથી દોડધામ વધી ગઈ છે. પરંતુ મતદાન પૂર્ણ થયા બાદ સૌ પ્રથમ સૂઈ જવાનું કામ કરીશ.

કોંગ્રેસના સિનિયર નેતાએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી વળવાની આશા વ્યક્ત કરી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસે સત્તાને જાળવી રાખવા માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો. તેમજ રાહુલ ગાંધી સહિતના કેન્દ્રીય નેતાઓએ પણ રાજસ્થાનમાં પ્રચાર કર્યો હતો. બીજી તરફ ભાજપાએ પણ રાજસ્થાનમાં ભગવો લહેરાવા માટે પ્રચાર-પ્રસારને લઈને વિશેષ આયોજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પણ ચૂંટણી પ્રચાર-પ્રસારની જવાબદારી ઉઠાવી હતી. ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યાં હતા.