Site icon Revoi.in

અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં ખરીદી માટે લોકો ઉમટ્યાઃ લોકોના ટોળાંથી કોરોના વકરવાનો ભય

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે સવારે 9 વાગ્યાથી લઇ બપોરના ત્રણ વાગ્યાથી સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ આપતા આજે રવિવારે બજારોમાં ભીડ જોવા મળી હતી. અમદાવાદના લાલદરવાજા  વિસ્તારમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડી ગયા હતા. માસ્ક તો શોભાના ગાંઠિયાની જેમ કોઇએ પહેર્યા તો કોઇના નાકની નીચે જોવા મળ્યા હતા. હાલ કોરોનાની લહેર ધીમી પડી છે, તેથી વેપારીઓ અને ખરીદી કરવા આવતા લોકોએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ. લાપરવાહી દાખવવાથી કોરોનાનું સંક્રમણ હજુ પણ ફેલાઈ શકે છે. લાલા દરવાજા ઉપરાંત ગુર્જરી બજારમાં પણ ભીડ જોવા મળી હતી.

રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે સવારે 9 વાગ્યાથી લઇને બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ આપી છે. જોકે, આ છૂટછાટને પગલે ફરીથી બજારોમાં ભીડ જોવા મળી રહી છે, જેમાં અમદાવાદના લાલદરવાજા, ત્રણ દરવાજા વિસ્તારમાં ભારે ભીડ થઇ ગઇ હતી અને તેમાં કેટલાક લોકો નાકની નીચે માસ્ક વગર જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. જેથી ફરીથી કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતા છે.કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં લાખો લોકો સંક્રમિત થયા હતા. અને હજારો લોકોના મૃત્યુ થયા હતા. જોકે, હવે ધીરે ધીરે બીજી લહેરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી વેપારીઓની માગને લઇને રાજ્ય સરકારે આંશિક અનલોક જાહેર કર્યું છે, જેથી કરીને વેપારીઓ ધંધા-રોજગાર થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. જોકે, સરકારે આપેલી છૂટછાટમાં વેપારીઓ અને લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન કરવુ જરૂરી છે. જો કોરોના ગાઇડલાઇનનું પાલન ન થયું તો, ફરીથી કોરોનાની સ્થિતિ સ્ફોટક બની શકે છે. આંશિક અનલોકને લઇને  માર્કેટ ફરી ધમધમી ઉઠ્યા છે. અમદાવાદના લાલ દરવાજા, ત્રણ દરવાજા વિસ્તારોમાં આજે રવિવારે ભારે ભીડ જોવા મળી હતી. જેમાં કેટલાક લોકો માસ્ક નાકની નીચે પહેરેલુ હતું અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થયું નહોતું. આ પ્રકારની ભીડ કોરોના સંક્રમણને ફરીથી આમંત્રણ આપી રહી છે.