Site icon Revoi.in

આ દેશમાં લોકો વૃક્ષો અને પ્રાણીઓ સાથે કરે છે વાત,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

Social Share

વૃક્ષો અને છોડ માત્ર સુંદર દેખાતા નથી પરંતુ તે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આ વાત બધા જાણે છે કે,વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, જેના દ્વારા આપણે શ્વાસ લઈ શકીએ છીએ.પરંતુ એક બીજી વાત પણ દરેક જણ જાણે છે કે,આપણી આસપાસના વિસ્તારમાં ધીમે ધીમે વૃક્ષો અને છોડ ઓછા થઈ રહ્યા છે. આ કારણે ઘરોમાં રોપા વાવવાની જરૂર બધા ને છે. હવે દરેક પાસે ગાર્ડન અથવા ટેરેસ ગાર્ડન હોય,એવું જરૂરી નથી.ખાસ કરીને શહેરોમાં તમામ પાસે બગીચા નથી હોતા.આ કારણે ઇન્ડોર પ્લાન્ટસ લગાવવાનું ચલણ ખૂબ જ વધ્યું છે,પરંતુ શું તમે જાણો છો દુનિયામાં એવા પણ લોકો છે જે વૃક્ષો અને છોડ સાથે વાતું કરવાનું પસંદ કરે છે.

અમે વાત કરી રહ્યા છીએ બ્રિટનની કે જ્યાં લોકો માત્ર પોતાના હાથે વૃક્ષો અને છોડ ઉગાડે છે એટલું જ નહીં, કલાકો સુધી તેમની સાથે એકતરફી વાત પણ કરે છે. એક સર્વેમાં આ ચોંકાવનારી વાત સામે આવી છે. સર્વે અનુસાર, આ દેશમાં રહેતા લોકો કલાકો સુધી એવી વસ્તુઓ સાથે વાત કરે છે જે તેમની વાતનો જવાબ આપી શકતા નથી. ઉદાહરણ તરીકે, તેઓ કલાકો સુધી તેમના પાલતુ પ્રાણીઓ સાથે ચિટ-ચેટિંગ કરતા રહે છે. રસપ્રદ વાત એ છે કે તેઓ પાલતુ પ્રાણીઓની વાતને બિલકુલ એકતરફી માનતા નથી.

આ સર્વે ત્યાં રહેતા 2 હજાર લોકો પર કરવામાં આવ્યો હતો, જેમાં મોટાભાગના લોકોએ કહ્યું હતું કે,તેઓ એવી વસ્તુઓ સાથે વાત કરે છે જે ફરી અથવા વાતોનો જવાબ નથી આપી શકતા.એક અંદાજ મુજબ, 44 ટકા લોકો એવા છે જેઓ તેમના છોડ સાથે વાત કરે છે અને તેમાંથી મોટાભાગના લોકો માને છે કે,જ્યારે જરૂર પડે ત્યારે છોડ પણ તેમની પાસે પાણી માંગે છે.