Site icon Revoi.in

હાર્દીક પટેલ પર જનતા એ અભદ્ન કોમેન્ટસ કર્યો વરસાદ -ફેસબૂક પર બંધ કરવું પડ્યું કોમેન્ટસ બોક્સ

Social Share

દિલ્હીઃ- પાટીદાર સમાજના નેતા તરીકે ઊભરૂ આવીને રાજનેતા બનેલા હાર્દીકને હવે જનતા ખરી ખોટી સંભળાવી રહી છે.કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા હાર્દિક પટેલને લોકોના રોષનો સામનો કરવાનો વખત આવ્યો છે.જાણકારી પ્રમાણે લોકો હાર્દીક પટેલેને સોશિયલ મીડિયા પર ઘણું સંભળાવી રહ્યા છે,જેવી તેવી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એટલું જ નહીં, પાટીદાર નેતાને મળેલી ધમકીઓ બાદ તેમને પોલીસ સુરક્ષા આપવાનો પણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

રિપોર્ટની જો માનીએ તો હાર્દીકને લોકો તરફથી ઓનલાઈન ગેરવર્તણૂકનો સામનો કર્યા ફેસબુક પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે. મંગળવારે પટેલે ફેસબુક પોસ્ટ દ્વારા મિસ્ડ કોલ આપીને યુઝર્સને ભાજપમાં જોડાવાની અપીલ કરી હતી. આ પોસ્ટ, જે ગુજરાતમાં ભાજપની સદસ્યતા અભિયાનનો ભાગ હતી, તેમાં ટોલ ફ્રી નંબરનો સમાવેશ થાય છે.

લોકોએ કોમેન્ટ સેક્શનમાં પટેલ વિરુદ્ધ આકરી પ્રતિક્રિયા આપી હતી. ભાજપમાં જોડાવાને કારણે તેઓને ખરાબ શબ્દો સાંભળવા મળી રહ્યા હતા. આ કારણે, તેણે ફેસબૂક પર ટિપ્પણી બંધ કરવાનો નિર્ણય કર્યો.

ખાસ વાત એ છે કે ભાજપમાં જોડાયા બાદ પાટીદાર નેતાના કેટલાક જૂના વીડિયો  પણ વાયરલ થયા હતા, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને ખથરાબ કહી રહ્યા છે અને આજે તેઓ ફરી ભાજપના પલડામાં જ જઈને બેસ્યા છે જેથઈ જનતા તેને ખરી ખોટી સંભળાવી રહી છે.