Site icon Revoi.in

કોવિડથી બચવા માટે જલ્દી લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવે – WHO

Social Share

દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઇ રહ્યો છે.દિનપ્રતિદિન કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે જેને પગલે લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.પરંતુ કોરોના સામે વેક્સિન રામબાણ ઈલાજ છે.સરકાર દ્વારા લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.અને હવે લોકોને બુસ્ટર ડોઝ પણ વહેલી તકે આપવામાં આવી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે,કોરોના વાયરસના બુસ્ટર ડોઝ હવે લોકોને આપવા જોઈએ.તેમણે કહ્યું કે,શરૂઆત પહેલા નબળા લોકોથી કરવી જોઈએ.વૈશ્વિક સ્તર પર વેક્સિનની આપૂર્તિ પર સુધારો થઇ રહ્યો છે.

સયુંકત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,ફાઈઝર – બાયો એનટેક રસીના બુસ્ટર ડોઝની સિફારિશ કરી રહી છે.જેને પહેલા બે ડોઝ પ્રાપ્ત કર્યાના લગભગ ચાર થી છ મહિના બાદ,સવોર્ચ્ચ પ્રાથમિકતા વાળા સમૂહમાં આપવાનું શરૂ કરવું જોઈએ.ગયા વર્ષે who એ ધનિક દેશો પાસેથી 2021 ના અંત સુધી બુસ્ટર ડોઝની પેશકશ પર સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.