Site icon Revoi.in

ઉનાળામાં આંખના રક્ષણની સાથે આકર્ષક લૂક માટે આ સનગ્લાસિસ કરો ટ્રાય

Social Share

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહન લઈને બહાર નીકળતા મોટાભાગના લોકો આંખોને રક્ષમ આપવા માટે વિવિધ પ્રકારના સનગ્લાસિસ અને ગોગલ્સ પહેરવાનું પસંદ કરે છે. ત્યારે વધારે સ્ટાઈલ લૂક મેળવવા માટે નવી-નવી સ્ટાઈલના સનગ્લાસની ઉપર યુવાનો પસંદગી ઉતારી રહ્યાં છે.

• કેટ આઇ
ખાસ મિત્ર સાથે ફરવા જવાનું પ્લાન કરી રહ્યાં હોવ તો કેટ આઈ સનગ્લાસીસ ઉપર પસંદગી ઉતારજો. જે આપને યુનિક લૂક આપશે.
કોલેજીયન યુવતીઓએ બેસ્ટ અને યુનિક લૂક માટે તેને બટર ફ્લાય સનગ્લાસીસ ટ્રાય કરવા જોઇએ.

• ટ્રેન્ડીંગ ગોગલ્સ
વેસ્ટર્ન આઉટફીટ પહેરનારાઓએ ટ્રેન્ડીંગ ગોગલ્સ ટ્રાય કરે તો તડકામાં આંખની રક્ષણ સાથે લૂક વધારે સ્ટાઈલિશ લાગશે.

• રાઉન્ડશેપ
ફેશનેબલ લુક માટે આપ રાઉન્ડ શેપના બ્લુ લેંસીસવાળા સનગ્લાસિ ટ્રાય કરી શકો છે. જે આપને વધારે આકર્ષિત લાગશે.

• હાર્ટ શેપ
સ્ટાઈલિશની સાથે ફંકી લૂક માટે હાર્ટ શેપના ગ્લાસ ટ્રાઈ કરવા જોઈએ. મેટલ અને ગ્લોસથી બનેલા આ સનગ્લાસિસ આપ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશો.