Site icon Revoi.in

પરફ્યુમના વેપારી પીયુષ જૈને મોટાભાગની રોકડ રકમ ઘરમાં બનેલી બે સિક્રેટ ચેમ્બર્સમાં છુપાવી હતી

Social Share

લખનૌઃ પરફ્યુમના વેપારી પીયૂષ જૈન પર GST ઈન્ટેલિજન્સ (DGGI)ના દરોડાનો અંત આવ્યો છે. આ દરોડા દરમિયાન કુબેરનો ખનાજો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. દરોડા દરમિયાન અનેક તથ્યો બહાર આવી રહ્યા છે. જે અનુસાર કન્નૌજમાં પિયુષ જૈનના ઘરની બે ગુપ્ત ચેમ્બરમાંથી રૂ. 19 કરોડ રૂપિયાની રોકડ મળી આવ્યા હતા. DGGI સાથે હાજર એક સાક્ષીના જણાવ્યા અનુસાર, અધિકારીઓને તેને શોધવામાં મુશ્કેલી પડી હતી.કાનપુર અને કન્નૌજમાં પિયુષ જૈનના નિવાસ સ્થળો પર 5 દિવસ સુધી ચાલેલા દરોડા સમાપ્ત થયા.

DGGI ટીમના સાક્ષી અમિત દુબેએ જણાવ્યું હતું કે, ઘરના ભોંયરામાં બનેલી ગુપ્ત ચેમ્બરમાંથી પૈસા મળી આવ્યાં હતા. અંડરગ્રાઉન્ડ બેંકર્સમાંથી આ રકમને શોધવા માટે ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પીયૂષ જૈનની CGSTની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેમના બંને ઘરેથી કુલ રૂ. 196.45 કરોડ રોકડા, 23 કિલો સોનું અને 600 કિલો ચંદનનું તેલ મળી આવ્યું છે, જેની કિંમત રૂ. 6 કરોડ આંકવામાં આવી રહી છે.

DGGI મુજબ, પીયૂષ જૈને સ્વીકાર્યું છે કે વસૂલ કરાયેલી રોકડ સામાનના વેચાણ સાથે સંબંધિત હતી જેના માટે GST ચૂકવવામાં આવ્યો ન હતો. પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના પરિસરમાં ઘણા દિવસોની તપાસ બાદ તેના બિઝનેસ સાથે જોડાયેલી ઘણી બાબતો સામે આવી છે. નિષ્ણાતોના મતે, GST ઈન્ટેલિજન્સે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 માટે પિયુષની ત્રણ ફર્મનું ટર્નઓવર માત્ર 21 કરોડનું હતું, પરંતુ તેના ઘરેથી કુલ 196.45 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. ડીજીજીઆઈના અધિકારીઓની પૂછપરછ દરમિયાન તેઓ કોઈપણ પ્રશ્નનો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા.

સરકારી વકીલ અંબરીશ ટંડને જણાવ્યું કે પીયૂષ જૈનના કાનપુરના ઘરની 7 તીજોરીઓમાંથી 177.45 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. પીયૂષ જૈનના નિવાસસ્થાનો પરથી મળી આવેલા દસ્તાવેજોમાં ત્રણ કંપનીનો સમાવેશ થાય છે. ગયા નાણાકીય વર્ષમાં આ ત્રણેયનું કુલ ટર્નઓવર રૂ. 21 કરોડ હતું.