- સ્પાઈસ જેટનું સ્ચાલન બંધ કરવાની દિલ્હી હાઈકોર્ટમાં અરજી
- આ અરજી પર આજે સુનાવણી
દિલ્હીઃ- સ્પાઈસ જેટના વિમાનમાં અવાર નવાર ખામી સર્જાવાની ઘટનાો સામે આવી રહી છે જેને લઈને ઘણી વખત વિમાનનનું ઈમરજન્સી લેન્ડિંગ પમ કરાવું પડ્યું છે ત્યારે સ્પાઈસ જેટના સંચાલન પર સવાલ ઉઠ્યો છે અને આ બબાતે દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજીદાખલ કરવામાં આવી છે .
આ અરજી એક એડવોકેટ દ્રારા કરાઈ છે એડવોકેટ રાહુલ ભારદ્વાજ અને તેમના ચાર વર્ષના પુત્રએ ત્યાં સુધી સ્પાઈસ જેટની કામગીરી બંધ કરવી કે કેમ તે નક્કી કરવા માટે નાગરિક ઉડ્ડયન, ડીજીસીએ અને અન્યને વિશેષ ફાસ્ટ ટ્રેક કમિશનની રચના કરવા માટે નિર્દેશ માંગતી અરજી દાખલ કરી છે.
આ દાખલ કરાયે લ અરજીમાં કેન્દ્ર અને સંબંધિત વહીવટીતંત્રને એરલાઈન સ્પાઈસજેટના સંચાલન પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવા અંગેની વિનંતી કરવામાં આવી છે. તાજેતરની ફ્લાઇટ દરમિયાન કંપનીના એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીને કારણે આ એરજી દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આજરોજ સોમવારે આ અરજી પર સુનાવણી કરશે.
આ સાથે જ આ અંગે ચિંતા વ્યક્ત કરીને, દાખલ કરાયેલ અરજીમાં યાત્રીને ભાડું વળતર ચૂકવવા માટેના નિર્દેશની પણ માંગ કરાઈ છે જેમણે આ ઘટનાઓ સમયે ભયાનક પરિસ્થિતિનો સામનો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સ્પાઈસ જેટના સંચાલનને લઈને ડિજીસીએ પણ કંપની પાસે એહવાલ માંગ્યો હતો કારણ કે સતત કેટલાક દિવસોથી અવાર નવાર ખાની સર્જાવાની ઘટનાો જોવા મળી રહી છે.