Site icon Revoi.in

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો, પ્રતિ લીટર 90 પૈસા વધ્યાં

Social Share

નવી દિલ્હી, 19 મે 2026: Petrol and diesel prices hiked again સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થઈ રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે આજે ફરી એકવાર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. તેલ કંપનીઓ દ્વારા ડીઝલમાં 91 પૈસા પ્રતિ લીટર અને પેટ્રોલમાં 87 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

સૌથી ચિંતાજનક બાબત એ છે કે એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં આ બીજી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોના બજેટ ખોરવાઈ ગયા છે.

આજના વધારા બાદ દેશના મુખ્ય શહેરો અને ગુજરાતમાં ઇંધણના ભાવ નવી ઊંચાઈ પર પહોંચી ગયા છે. સ્થાનિક ટેક્સ અને વેટ (VAT) ના કારણે અલગ-અલગ રાજ્યોમાં આ વધારો થોડો વત્તો-ઓછો હોઈ શકે છે.

એક અઠવાડિયામાં જ બે વાર ભાવ વધતા વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાના કારણે આગામી દિવસોમાં શાકભાજી, દૂધ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધવાની પણ આશંકા સેવાઈ રહી છે.

વધુ વાંચો: મહારાષ્ટ્રના પાલઘરમાં કન્ટેનર અને આઇશર ટ્રક વચ્ચે અકસ્માત, 13 લોકોના મોત

Exit mobile version