Site icon Revoi.in

પેટ્રોલ-ડિઝલ થઈ શકે છે સસ્તુ – કેન્દ્ર સરકાર કરી રહી છે 15 માર્ચ સુધી ભાવ ઘટાડવાની તૈયારીઓ

Social Share

દિલ્હી – પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને આંબી ગયા  છે.દેશમાં એક બાજુ કોરોનાનો માર વેઠી રહેલી જનતાના ખિસ્સામાંથી હવે પેટ્રોલ ડિઝલના બમણા ભાવોનો પણ માર પડી રહ્યો છે, જો કે સતત ટિકા વચ્ચે લોકોને રાહત આપવા માટે નાણાં મંત્રાલય પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે.

મળતી માહબિતી પ્રમાણે 15 માર્ચ સુધીમાં તેલ પરનો ટેક્સ ઘટાડવાનો નિર્ણય લઈ શકાય છે. આ સંદર્ભે કેન્દ્રીય નાણાં મંત્રાલય સાથે સંકળાયેલા એક  અધિકારીના જણાવ્યા પ્રમાણે તેલ કંપનીઓ અને તેલ મંત્રાલય આ મામલે વાટાઘાટો કરી રહ્યા છે.આ સ્થિતિમાં ઓઇલ કંપનીઓની સંમતિ મળે તેવી અપેક્ષા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક રાજ્યોમાં, પેટ્રોલની કિંમત અનેક કારણોસર હવે લિટર દીઠ 100 રૂપિયા પર પહોંચી ગઈ છે. સામાન્ય લોકો અને વિપક્ષો તેનો સતત વિરોધ કરી રહ્યા છે. બળતણના ભાવમાં સતત વધારાને કારણે પરિવહન ખર્ચમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, શાકભાજીના ભાવ સહિત અન્ય ઘણી બાબતો પર પણ તેની માઠી અસર પડી રહી છે.

જ્યારે સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાથી ભાવ વધ્યા હોવાનું કારણ જણાવી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 મહિનામાં ક્રૂડ ઓઈલની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. ટેક્સ અથવા એક્સાઈઝ ડ્યુટી દેશમાં તેમના છૂટક ભાવમાં આશરે 60 ટકા છે. આવી સ્થિતિમાં જો સરકાર તેના પરનો ટેક્સ ઘટાડે તો જનતાને રાહત મળવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે વિતેલી 25 ફેબ્રુઆરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકિંતા દાસે પણ કહ્યું હતું કે, ઇંધણના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલિત પ્રયત્નોની જરૂર છે. તેમણે કહ્યું કે, કિંમતોમાં ઘટાડા માટે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સના મામલે કેન્દ્ર અને રાજ્યોએ સંયુક્ત પગલાં ભરવા જોઈએ.

સાહિન-