Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલની કીંમતમાં ફરીવાર થયો વધારો, ટ્રાન્સ્પોર્ટેશન સર્વિસ મોંધી થવાની સંભાવના

Social Share

અમદાવાદ: દેશમાં પેટ્રોલ અને ડીઝલની કીંમત દિવસે ને દિવસે વધી રહી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા લોકોને થોડી મુશ્કેલી પણ પડી રહી છે.

જાણકારો અનુસાર ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર પેટ્રોલ અને ડીઝલની કીંમત પર જોવા મળી રહી છે. ગાઝા પટ્ટીમાં ફરી એક વાર તણાવ વધતાં અમેરિકા અને પશ્ચિમ એશિયાના દેશોની ઓઇલ સ્ટ્રેટેજી ઉપર અસર વધી રહી છે. આ કારણે આ સપ્તાહના અંતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ફરી વધ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 103.27 રૂપિયા જેટલો અને ડીઝલ 95.70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. જો વાત કરવામાં આવે અન્ય મોટા શહેરોની તો દિલ્લીમાં પેટ્રોલ 92.58 રૂપિયા અને ડીઝલ 83.22 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 98.88 રૂપિયા અને ડીઝલ 90.40 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 94.31 રૂપિયા અને ડીઝલ 88.07 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 92.67 રૂપિયા અને ડીઝલ 86.06 રૂપિયા પ્રતિ લીટર છે.

જાણકારોએ તે પણ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના કારણે ટ્રાન્સપોર્ટ સેક્ટર વધારે મોંધુ બની શકે છે અને તેના કારણે અન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.