Site icon Revoi.in

ફાઈઝર અને મોડર્નાની વેક્સિનથી સર્જાઈ રહી છે હાર્ટને લગતી સમસ્યાઓઃ- અમેરિકા

Social Share

દિલ્હીઃ-તાજેતરમાં વિશ્વમાં કોરોનાની મહામારી સામે અનેક વેક્સિનથી સુરક્ષા પુરી પાડવામાં આવી રહીઅમેરિકામાં એક બેઠક યોજાઈ હતી જેમાં મશતી માહિતી પ્રમાણે  વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં કોરોનામાં અસરકારક ગણાતી વેક્સિન ફાઈઝર અને મોડર્નાની વેક્સિન લીધા બાદ જેને હાર્ટની અનેક સમસ્યાઓ થઈ હોય તેવા 800થી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે,હાલ સીડીસી દ્રારા તેની તપાસ ચાલી રહી છે,

કેટલાક સંશોધનકારો  વેક્સિનને કારણે થતી આ સમસ્યાઓ વિશે ચિંતા વ્યક્ત કરી છે.  કહેવામાં આવી રહ્યું છે કે,  આ પ્રકારની વધુ સમસ્યાઓ 12 થી 24 વર્ષની વય જૂથમાં જોવા મળી રહી છે, જ્યારે દેશમાં કરોડોની સંખ્યામાં આ માત્ર 9 ટકા જ આ વય જૂથને વેક્સિન આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,માયોકાર્ડાટિસમાં, હૃદયના સ્નાયુઓમાં બળતરા થવાની સમસ્યા સર્જાય છે, અને પેરીકાર્ડાઈટિસમાં, હૃદયની આસપાસની પટલ સોજો આવવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. 31 મે સુધી, 216 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ  આપ્યા પછી માયોકાર્ડાટિસમાં અથવા પેરીકાર્ડાઈટિસમાં અને બીજા ડોઝ પછી 573 કેસ જોવા મળ્યા હતા. 16થી લઈને 26 વર્ષની વયના જૂથમાં 79 અને 18 લઈને 24 વર્ષની વયના યવાનોમાં 196 કેસ આ પ્રકારના જોવા મળ્યા છે.

વેક્સિનની ગંભીરતાને લઈને આ માહિતી જાહેર કરવામાં આવ્યા બાદ હવે સીડીસી સલાહકારો 18 જૂનના રોજ વેક્સિનને લઈને ઉત્પન્ન થયેલી ગુંચવણ,  અને પેરીકાર્ડાઈટિસના કારણો શોધવા માટે અક ખાસ બેઠકનું આયોજન કરશે.