Site icon Revoi.in

વચગાળાના બજેટ દરમિયાન ‘ઉરી’ ફિલ્મના ઉલ્લેખ પર તાળીઓનો ગડગડાટ

Social Share

મોદી સરકારે પોતાના આખરી બજેટને રજૂ કર્યું છે. બજેટ – 2019માં કાર્યવાહક નાણાં પ્રધાન પિયૂષ ગોયલે દેશના લોકોને ઘણાં મોટા-મોટા વાયદા કર્યા છે અને યોજનાઓના એલાન પણ કર્યા છે. તે દરમિયાન તેમણે બજેટ ભાષણની વચ્ચે જ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. પિયૂષ ગોયલે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે આપણે તાજેતરમાં જ ઉરી ફિલ્મ જોઈ. ઘણી મજા આવી અને તેમા ઘણો જોશ હતો.

ગોયલે બજેટ ભાષણમાં કહ્યુ છે કે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણાં લોકોને રોજગાર મળે છે. અમે ઘણાં પ્રકારનો કાયદો લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. જેનાથી પાઈરસી ખતમ થઈ શકે. અમે તાજેતરમાં જ ઉરી જોઈ છે. ઘણી મજા આવી અને હૉલમાં ખૂબ જોશ હતો.

પિયૂષ ગોયલના નિવેદન બાદ ગૃહમાં બેઠેલા એનડીએના તમામ સંસદોએ મેજ થપથપાવ્યું હતું અને ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવનારા ભાજપના સાંસદ પરેશ રાવલના ચહેરા પરનું સ્મિત પણ જોવા લાયક હતું. પરેશ રાવલે ઉરી ફિલ્મમાં નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલની ભૂમિકા ભજવી છે. ગોયલ દ્વારા ઉરી ફિલ્મના વખાણ કરાયા બાદ ખેલ પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠૌર સહીત એનડીએના સાંસદોએ How’s the Joshના સૂત્રો પોકાર્યા હતા. લોકસભામાં ઘણીવાર સુધી સૂત્રોચ્ચાર થયો હતો. મહત્વપૂર્ણ છે કે ઉરી ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. ફિલ્મમાં એક્ટર વિક્કી કૌશલ લીડ રોલમાં છે.

ઈન્ડિયન ફિલ્મમેકર્સને સિંગલ વિન્ડો ક્લિયરન્સ

ગોયલે એલાન કર્યું છે કે ફિલ્મોના શૂટિંગને આસાન બનાવવા માટે અમે ફિલ્મ મેકર્સને સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપવાનો નિર્ણય કર્યો છે. પહેલા આ ક્લિયરન્સ માત્ર વિદેશી ફિલ્મમેકર્સને મળતું હતું. પરંતુ હવે ભારતના ફિલ્મ મેકર્સને પણ આવી સુવિધાઓ પ્રાપ્ત થશે. તેની સાથે જ પાયરસીને રોકવા માટે પણ સરકારે પગલા ઉઠાવાનું એલાન કર્યું છે.