Site icon Revoi.in

ગુજરાતમાં ફરવાલાયક સ્થળો,જગ્યા એવી કે અન્ય સ્થળોને પણ ભૂલી જવાય એવી

Social Share

ચોમાસાની સિઝન શરૂ થતા જ કેટલાક લોકો ફરવા માટે નીકળી જાય છે, કારણ છે કે કુદરતની સુંદરતા ચોમાસામાં સૌથી વધારે ખીલ છે અને ગુજરાતમાં તો કેટલીક એવી જગ્યા છે જે લોકોનું મન મોહી લે. ગુજરાતમાં મોટાભાગના ધોધ અને એવી ઘણી જગ્યાઓ છે કે, જે વરસાદ શરુ થતા જ સક્રિય અને નયનરમ્ય બની જતા હોય છે. ત્યાં જઇને દરેક સહેલાણીનું મન ખુશ થઇ જાય છે.

એક સ્થળે છે હથણી માતા ધોધ કે જે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું છે. આ સ્થળ એટલું સુંદર છે કે ચોમાસામાં હથણી ધોધ વરસાદ પડવાથી સક્રિય થઇ જાય છે અને અહીંના પ્રાકૃતિક સૌંદર્યને માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. ચોમાસામાં આ કુદરતી ધોધની સાથે સાથે આસપાસની લીલોતરી એક મનમોહક દ્રશ્ય રચે છે. સાથે જ પડતું પાણી લોકોનું મન મોહી લે એવો નજારો રચે છે. અહીં ધોધ સુધી પહોંચવા માટે ઝરણામાંથી જ પસાર થવું પડે છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા પાસે આવેલો આ ધોધ આવેલો છે.

આ પછી બીજું છે ગીરા ધોધ કે જે ગુજરાતનો સૌથી પ્રખ્યાત અને સૌથી મોટો ધોધ એટલે ગીરા ધોધ, જેને વઘઈમાં વાંસના જંગલોની વચ્ચે કુદરતની ભેટ પણ માનવામાં આવે છે. આ ધોધ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં વઘઇ ગામની નજીક આવેલો છે. અંબિકા નદી અહીં ધોધ સ્વરૂપે પડે છે. આ ધોધની ખાસિયત એ છે કે, દૂર દૂર સુધી અહીં પાણીના પડવાનો અવાજ આવે છે. અહીં જે નજારો દેખાય છે એ મંત્રમુગ્ધ કરી દે એવો હોય છે. અહીં ધોધ લગભગ 30 મીટરની ઊંચાઇએથી પડે છે.

આ પછી આવે છે બરડા ધોધ કે જે ડાંગના જંગલમાં આવેલો છે. ડાંગ જિલ્લામાં આહવાથી મહાલ તરફ જતા 10 કિલોમીટર દૂર આવેલો છે. ચનખલ ગામથી પણ અહીં જઈ શકાય છે. વરસાદના પાણીના કારણે આ ધોધનો પ્રવાહ ભારે જોવા મળે છે.ચનખલ ગામથી બરડા ધોધ જવા માટે પગદંડીનો રસ્તો છે, જ્યાં ચાલતા જવું પડે છે. અહીં ચાલતા પહોંચતા લગભગ 30 મિનિટ જેટલો સમય લાગે છે. અહીં ખડકો પરથી પડતું પાણી નીચે તળાવમાં પડે છે.