Site icon Revoi.in

ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો ? તો આ વસ્તુઓને જરૂરથી તમારા બેગમાં કરો સામેલ

Social Share

ઉનાળાના વેકેશનમાં લોકો ક્યાંક ને ક્યાંક ફરવા નીકળી જતા હોય છે.પરંતુ બહાર જતા પહેલા તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.લોકો કેટલીકવાર મહત્વપૂર્ણ વસ્તુઓને જ ઘરે ભૂલી અથવા મૂકી દેતા હોય છે જે પછી રસ્તામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ત્યારે આ વસ્તુઓને તમારા બેંગમાં જરૂરથી સામેલ કરો.

માત્ર સૂર્ય જ નહીં, મોસમમાં હાજર ગરમી પણ ત્વચાને ટેન કરે છે. શું સામાન્ય જીવનમાં પણ ઘરની બહાર મુસાફરી કરતી વખતે સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી છે? જો તમે ટ્રિપ પર જઈ રહ્યા છો, તો તેને બેગમાં ચોક્કસથી રાખો.

ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે વધુને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.મુસાફરીમાં તમારે ઓછામાં ઓછું 2 લિટર પાણી તમારી સાથે રાખવું આવશ્યક છે.ભલે તમે ઠંડા વિસ્તારમાં ફરવા જઈ રહ્યા હોવ, પરંતુ બેગમાં પાણી ચોક્કસ લઈ જાઓ.

ઉનાળામાં મુસાફરી કરતી વખતે પરસેવો થવો સામાન્ય બાબત છે અને એવામાં ચુસ્ત કપડાંને કારણે શરીર પર ચકામા કે બળતરા થઈ શકે છે. જો તમે આખી મુસાફરી દરમિયાન દર્દથી પરેશાન ન થવા માંગતા હોવ તો તમારી બેગમાં માત્ર કોટન અને હળવા કપડા જ રાખો.

આ ઋતુમાં આકરી ગરમીની આંખો પર પણ ખરાબ અસર પડે છે.એવામાં બેગમાં સનગ્લાસ રાખવાનું ભૂલશો નહીં.સનગ્લાસ રાખવાનો એક ફાયદો એ છે કે,તમે તેને પહેરીને તમારા દેખાવને વધુ સારો બનાવી શકો છો.