Site icon Revoi.in

પીઅમે મોદીની અમેરિકા યાત્રા પહેલા ગ્રીનકાર્ડ મેળવવા માંગતા લોકોને મળી રાહત, બાઈડેન વહિવટ તંત્રએ નિયમોમાં આપી ઢીલ

Social Share

 

દિલ્હીઃ- પીએમ મોદીની અમેરિકાની યાત્રાએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે,હજી પીએમ મોદી અમેરિકા પ્રવાસ પર જવાને થોડા દિવસની વાર છે તે  પહેલા જ પહેલા બાઈડેન પ્રશાસને એક મોટી જાહેરાત કરી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમેરિકાની સરકારે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો માટે પાત્રતાના માપદંડો પર નીતિ માર્ગદર્શિકા જારી કરીને નિયમોમાં છૂટછાટ આપી છેએઠલે કે આ નિયમો હળવા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે  વડાપ્રધાન મોદી યુએસ પ્રમુખ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેનના આમંત્રણ પર 21 થી 24 જૂન સુધી યુએસની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ બિડેન અને ફર્સ્ટ લેડી જીલ 22 જૂને એક સ્ટેટ ડિનરમાં પીએમ મોદીની યજમાની કરશે. તે જ દિવસે પીએમ મોદી કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે.

આ માટે અમેરિકા એ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ એટલે કે  (EAD) માટે પ્રારંભિક અને નવીકરણ માટેની અરજીઓ માટે યોગ્યતા માપદંડો અંગે યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શનથી ગ્રીન કાર્ડ ધરાવતા હજારો  ટેક્નો સાથે  સંકળાયેલા ભારતીય લોકોને ફાયદો થશે.

Exit mobile version