Site icon Revoi.in

વિશ્વ વાઘ દિવસ નિમિતે વાઘ સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરતા પીએમ મોદી

Social Share

દિલ્હી:આજે વિશ્વ વાઘ દિવસ છે ત્યારે સમગ્ર વિશ્વમાં આ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે તેમના સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટે કેટલાય કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.

વિશ્વમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂટાન, કમ્બોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઇલેન્ડ અને વિયતનામમાં વાઘ જોવા મળે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિત્તે વાઘ સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી છે.
વડાપ્રધાનએ ટ્વિટ કર્યું;“આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર, હું તે તમામ લોકોની પ્રશંસા કરું છું જેઓ વાઘના રક્ષણ માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે.તે તમને ગર્વ કરાવશે કે ભારતમાં 75,000 સ્ક્વેર કિમીથી વધુ વિસ્તાર ધરાવતા 52 ટાઈગર રિઝર્વ છે. સ્થાનિક સમુદાયોને વાઘ સંરક્ષણમાં સામેલ કરવા માટે નવીન પગલાં લેવામાં આવી રહ્યા છે.”

Exit mobile version