Site icon Revoi.in

પીએમ મોદીએ ફર્સ્ટ સોલારના સીઈઓ માર્ક વિડમર સાથે મુલાકાત કરી

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ સોલારના સીઈઓ માર્ક વિડમર સાથે મુલાકાત કરી હતી. તેઓએ વર્ષ 2030 સુધીમાં ભારતના રિન્યુએબલ એનર્જી લેન્ડસ્કેપ, જેમાં ખાસ કરીને સૌર ઊર્જાની સંભાવનાઓ તથા 450 ગીગાવોટ વીજ ઉત્પાદન રિન્યુએબલ સ્ત્રોતો દ્વારા કરવાના આપણા લક્ષ્ય વિશે ચર્ચા કરી હતી.

આ ચર્ચામાં ભારતમાં હાલમાં જ રજૂ કરાયેલી પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના પ્રાપ્ત કરીને તેમની અનોખી થિન-ફિલ્મ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં મેન્યુફેક્ચરિંગ સુવિધાઓની સ્થાપનામાં ફર્સ્ટ સોલારની રૂચિ અંગે પણ વાતચીત થઈ હતી.

જો કે ભારતમાં જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં આગામી 50 વર્ષ માટે વેપાર અને ધંધા માટે સારા સંકેતો જોવા મળે છે. આ કંપનીઓનું ભારતમાં રોકાણ કરવાથી ભારતમાં રોજગારી વધશે અને હજારોની સંખ્યામાં લોકોને ફાયદો થશે