Site icon Revoi.in

PM મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાને ભારતીય લોકશાહી માટે ખજાનો ગણાવ્યો

Social Share

નવી દિલ્હી, 12 ઓગસ્ટ 2026: દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની આત્મકથા “Triumph of the Indian Republic: My Life, My Struggles”નું વિમોચન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સહિત અનેક દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, રામનાથ કોવિંદજીની આત્મકથા માત્ર તેમના વ્યક્તિગત જીવનની ગાથા નથી, પરંતુ તે ભારતીય લોકશાહી અને ભારતીય સમાજ માટે એક સાચો ખજાનો સાબિત થશે.

પુસ્તકના શીર્ષક “Triumph of the Indian Republic” નો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જીવનના સંઘર્ષો વ્યક્તિગત હોઈ શકે છે, પરંતુ તેના પરિણામે મળતી જીત ભારતીય પ્રજાસત્તાક અને લોકશાહીની છે. કાનપુરના એક સામાન્ય પરિવારમાં જન્મેલા કોવિંદજીના બાળપણની આઘાતજનક ઘટનાઓ (જેમ કે ઉનાળામાં ઘરમાં આગ લાગવી અને માતાનું અવસાન થવું) નો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું કે, કેવી રીતે પ્રતિકૂળ સંજોગોએ તેમને વધુ મજબૂત બનાવ્યા. તેમણે સંસાધનોની અછતને ક્યારેય પોતાની નબળાઈ બનવા દીધી નહીં અને સખત મહેનત દ્વારા દેશના સર્વોચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા.

રાષ્ટ્રપતિ પદ જેવા ઉચ્ચ આસને પહોંચ્યા પછી પણ કોવિંદજીનું નમ્ર વ્યક્તિત્વ અને સાદગી અકબંધ રહી હોવાનું સંભારતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રોટોકોલથી ઉપર ઉઠીને તેઓ હંમેશાં સંબંધો અને આત્મીયતાને મહત્વ આપતા હતા. પોતાના ગામ પરાઉંખની મુલાકાત વખતે ગુરુઓના ચરણ સ્પર્શ કરવા અને ગામની માટીને નમન કરવાનું દ્રશ્ય સમગ્ર દેશ માટે ભાવનાત્મક અને પ્રેરણાદાયી હતું. રાષ્ટ્રપતિ પદથી નિવૃત્ત થયા બાદ પણ કોવિંદજી આરામ કરવાના બદલે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ જેવા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર દેશને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા અને શોર્ટકટના આ યુગમાં યુવાનોને ચેતવણી આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જેમ રેલવે સ્ટેશન પર લખેલું હોય છે કે, “Shortcut will cut you short”, તેમ જીવનમાં કોઈ શોર્ટકટ ન હોવો જોઈએ. યુવાનોએ આત્મકથાઓ વાંચવી જોઈએ જેથી તેઓ ઇતિહાસ અને વાસ્તવિક જીવનના મૂલ્યોને નજીકથી સમજી શકે.

Exit mobile version