Site icon Revoi.in

પીએમ મોદીએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા, પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી 

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શિક્ષક દિવસના અવસર પર શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એસ રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

તામિલનાડુમાં 5 સપ્ટેમ્બર 1888ના રોજ જન્મેલા ડૉ. રાધાકૃષ્ણનને ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને મહાન ફિલસૂફ તરીકે ઓળખવામાં આવે છે અને તેમના સન્માનમાં આ દિવસને ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

મોદીએ ટ્વિટ કર્યું, “શિક્ષક દિવસ પર અભિનંદન, ખાસ કરીને મહેનતુ શિક્ષકોને જેમણે બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો અભિગમ કેળવ્યો.હું અમારા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.