Site icon Revoi.in

પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ સાથે આ મુદ્દાઓ પર કરી વાતચીત

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રમુખ મહામહિમ ડૉ સૈયદ ઈબ્રાહિમ રાયસી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી.વડાપ્રધાન કાર્યાલયે આ અંગે માહિતી આપી છે.

વડાપ્રધાનએ  ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-ઈરાન સંબંધો નજીકના ઐતિહાસિક અને સભ્યતાના જોડાણો દ્વારા આધારીત છે, જેમાં લોકોથી લોકોના મજબૂત સંપર્કોનો સમાવેશ થાય છે.

પીએમઓએ એ પણ માહિતી આપી હતી કે બંને નેતાઓએ કનેક્ટિવિટી હબ તરીકે ચાબહાર પોર્ટની સંપૂર્ણ સંભાવનાને સાકાર કરવા સહિત દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓએ બ્રિક્સના વિસ્તરણ સહિત બહુપક્ષીય મંચો પર સહકાર અંગે પણ ચર્ચા કરી હતી અને દક્ષિણ આફ્રિકામાં આગામી બ્રિક્સ સમિટ વખતે તેમની બેઠક અંગે આતુરતા દર્શાવી હતી

PM મોદી 15મી BRICS સમિટમાં ભાગ લેવા માટે 22-24 ઓગસ્ટ 2023 દરમિયાન જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા જશે. પ્રધાનમંત્રી 25 ઓગસ્ટે ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર ગ્રીસની સત્તાવાર મુલાકાત લેશે. 40 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની ગ્રીસની આ પ્રથમ મુલાકાત હશે.

 

Exit mobile version