Site icon Revoi.in

સોમનાથ મંદિરના નવા અધ્યક્ષ તરીકે પીએમ મોદીની વરણી

Social Share

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે મંદિર પરિસરમાં વડાપ્રધાન મોદી સાથે ત્રણ તસવીરો શેર કરીને આ અંગે માહિતી આપી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા કેશુભાઈ પટેલના નિધન પછી અધ્યક્ષ પદ ખાલી થઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ, સોમવારે મળેલી ટ્રસ્ટની બેઠકમાં વડાપ્રધાન મોદીને અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ગૃહમંત્રી અમિત શાહ પણ મંદિર ટ્રસ્ટના સભ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પ્રખ્યાત સોમનાથ મંદિરના સંચાલન માટે આ ટ્રસ્ટ કામ કરે છે.

ટ્રસ્ટના અધ્યક્ષ બનવા પર અમિત શાહે પીએમ મોદીને અભિનંદન આપતા એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે વડાપ્રધાન મોદીની એક તસવીર પણ શેર કરી છે. શાહે એક ટ્વિટમાં લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનવા માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

સોમનાથ તીર્થ વિસ્તારના વિકાસ માટે મોદીજીનું સમર્પણ અદ્દભુત રહ્યું છે. મને વિશ્વાસ છે કે, મોદીજીની અધ્યક્ષતામાં ટ્રસ્ટ, સોમનાથ મંદિરની ગૌરવ અને ભવ્યતામાં વધુ વધારો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું પ્રબંધક સંભાળવાવાળા ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેઓ આ પદ સંભાળનારા બીજા વડાપ્રધાન છે.

મોરારજી દેસાઇ પણ રહી ચૂક્યા છે અધ્યક્ષ

આ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાયેલા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ પછી મોદી બીજા વડાપ્રધાન છે. ટ્રસ્ટના રેકોર્ડ મુજબ મોદી ટ્રસ્ટના આઠમા પ્રમુખ બન્યા છે.

ટ્રસ્ટના સેક્રેટરી પી.કે. લહેરીએ જણાવ્યું હતું. કે ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિમણૂક કરવામાં આવી હતી.

આ બેઠકમાં લાલકૃષ્ણ અડવાણી રહ્યા હાજર

તેમણે ઓનલાઇન બેઠક બાદ જણાવ્યું હતું કે, કેશુભાઇના નિધનથી આ પદ ખાલી હતું. ટ્રસ્ટના અન્ય સભ્યોમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત વિદ્વાન જે.ડી.પરમાર અને ઉદ્યોગપતિ હર્ષવર્ધન નેવતિયા છે.

કેશુભાઈ પટેલ 16 વર્ષ સુધી રહ્યા અધ્યક્ષ

તેમણે કહ્યું કે, ટ્રસ્ટીઓ ભાવિ યોજના અંગે ચર્ચા કરવા માટે બીજી બેઠક કરશે. ગત વર્ષે ઓક્ટોબરમાં ટ્રસ્ટના નિવર્તમાન અધ્યક્ષ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન બાદ સોમનાથ મંદિર ટ્રસ્ટનું અધ્યક્ષ પદ ખાલી પડ્યું હતું.

કેશુભાઈ પટેલ 16 વર્ષ આ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. ટ્રસ્ટના રેકોર્ડ મુજબ, દેસાઇએ 1967થી 1995 સુધી ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

-દેવાંશી