Site icon Revoi.in

બ્રાઝિલની સરકારી સંસ્થાઓમાં થયેલ તોડફોડ અને હંગામા પર પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા – જાણો શું કહ્યું

Social Share

દિલ્હીઃ- બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સેંકડો સમર્થકોએ વિતેલા દિવસને રવિવારને રોજ ભારે હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસ, રાષ્ટ્રપતિ મહેલ અને સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યો આ સહીત તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે  હવે પીએમ મોદીએ પણ આ હુમલાની નિંદા કરી છે.

જાણકારી પ્રમાણે પીએમ મોદીએ ટ્વીટ કર્યું થે અને લખ્યું છે કે , “બ્રાઝિલિયામાં સરકારી સંસ્થાઓ સામે રમખાણો અને તોડફોડના સમાચારોથી અત્યંત ચિંતિત છીએ.તેમણે એમ પણ કહ્યું  લોકતાંત્રિક પરંપરાઓનું બધાએ સન્માન કરવું જોઈએ. અમે બ્રાઝિલના સત્તાવાળાઓને અમારું સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.”

ઉલ્લેયકનીય છે કે પીએમો દીની આ પ્રતિક્રિયા ત્યારે સામે આવી છે કે જ્યારે બ્રાઝિલના દૂર-જમણેરી પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સેંકડો સમર્થકોએ નેશનલ કોંગ્રેસ, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટમાં ધસી જઈ હંગામો કર્યા.

રાષ્ટ્રપતિ લુલાએ રમખાણોને “ફાસીવાદી” હુમલા તરીકે વખોડી કાઢી છે. જો કે, બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ હિંસામાં કોઈપણ ભૂમિકાનો ઇનકાર કર્યો છે અને હુમલો” ની નિંદા કરી છે.