Site icon Revoi.in

નેપાળના પ્રધાનમંત્રીના પત્નિનું હાર્ટએટેકને કારણે 69 વર્ષની વયે નિધન – પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Social Share

 

દિલ્હીઃ- પાડોશી દેશ  નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના પત્ની સીતા દહલનું બુધવારે 69 વર્ષની વયે નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતી. સત્તાવાર નિવેદન પ્રમાણે,બુધવાર આજરોજ  સવારે 8 વાગ્યે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ  પ્રયત્નો છતાં, તેમનો જીવ બચાવી શકાયો ન હતો સાડા 8 વાગ્યા આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીઘા હતા.

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડના પત્ની શ્રીમતી સીતા દહલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને નેપાળના પ્રધાનમંત્રી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે “શ્રીમતી સીતા દહલના નિધન વિશે જાણીને અત્યંત દુ:ખ થયું. હું @cmprachandaને મારી નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શાશ્વત શાંતિ મળે. ઓમ શાંતિ.”

કહેવામાં આવી રહ્યું છે કે  સીતા દહલ પ્રગતિશીલ સુપરન્યુક્લિયર પાલ્સીથી પીડિત હતા. આ સિવાય તેમને પાર્કિન્સન્સ, ડાયાબિટીસ ટાઈપ-2 અને હાઈપરટેન્શનની પણ ફરિયાદ હતી છેવટે તેમણે આજરોજ અંતિમ શ્વાસ લઈને દુનિયાને અલવિદા કહ્યું. 69 વર્ષીય સીતાએ આજરોજ બુધવારે કાઠમંડુની નોર્વિક ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.