Site icon Revoi.in

એપ્રિલ મહિનામાં GST કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું, પીએમ મોદીએ ખુશી વયક્ત કરતા કહ્યું. ‘આ અર્થતત્ર માટે સારા સમાચાર’

Social Share

દિલ્હીઃ- કોરોના મહામારીમાંથી ઉગર્યા બાદ ભારતની અર્થવ્યવસ્થા પાટાપર આવી ગઈ છે,આટલી કઠીનાઈ હોવા છત્તા ભારત સતત ઊભરતુ રહ્યું છે ત્યારે જો જીએસટીની વાત કરીએ એટલે કે , ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લેક્શનની તો તેમાં વધારો નોંધાયો છે.

જાણકારી અનુસાર જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 12 ટકા વધીને રુપિયા 1.87 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. આ એક મહિનામાં એકત્ર કરાયેલી સૌથી વધુ જીેસટીની આવક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રેકોર્ડ જીએસટી કલેક્શનને ‘ભારતીય અર્થતંત્ર માટે મોટા સમાચાર’ ગણાવ્યા છે.

એપ્રિલ મહિનામાં GST કલેક્શને તમામ જૂના રેકોર્ડ  તોડ્યા હતા. ગયા મહિને તે 1.87 લાખ કરોડ રૂપિયા હતો. આ પહેલીવાર છે જ્યારે એક મહિનામાં જીએસટી 1.75 લાખ કરોડ રૂપિયાથી વધુ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ભારતીય અર્થવ્યવસ્થા માટે ‘સારા સમાચાર’ ગણાવ્યા છે.

એપ્રિલમાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 12 ટકા વધ્યું છે. અગાઉ એપ્રિલ, 2022માં સૌથી વધુ જીએસટી કલેક્શન રૂ. 1,67,540 કરોડ હતું. એપ્રિલમાં વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 12 ટકાનો વધારો થયો છે. આ એક મહિનામાં એકત્ર કરાયેલી સૌથી વધુ GST આવક છે. જુલાઈ, 2017માં GST સિસ્ટમ લાગુ થયા બાદ સૌથી વધુ ટેક્સ કલેક્શનનો અગાઉનો રેકોર્ડ રૂ. 1.68 લાખ કરોડનો હતો જે ગયા વર્ષે એપ્રિલમાં બન્યો હતો.

જીએસટી કલેક્શન બાબતે પીએમ મોદીે ટ્વિટ કર્યું છે તચેમણે લખ્યું છે કે , ‘ભારતીય અર્થવ્યવસ્થા માટે મોટા સમાચાર. ટેક્સનો દર ઓછો હોવા છતાં ટેક્સ કલેક્શનમાં વધારો જીએસટીની સફળતા દર્શાવે છે. આ દર્શાવે છે કે કેવી રીતે જીેસટી  એ એકીકરણ અને પાલનમાં વધારો કર્યો છે.

જો વપર્ષ 2027ની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન GST સિસ્ટમ લાગુ થયા બાદ સૌથી વધુ ટેક્સ કલેક્શનનો અગાઉનો રેકોર્ડ 1.68 લાખ કરોડ રૂપિયાનો હતો જે ગયા વર્ષે એપ્રિલમાં નોંધાયો હતો.