Site icon Revoi.in

દિલ્હી બ્લાસ્ટ અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Social Share

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રધાનમંત્રીએ X (પૂર્વે Twitter) પર પોસ્ટ કરી વિસ્ફોટમાં જાન ગુમાવનારાઓ માટે શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે આશા વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “ધમાકાથી પ્રભાવિત લોકોને સહાય આપવા અધિકારીઓ કાર્યરત છે. ગૃહ મંત્રી અમિત શાહ અન્ય અધિકારીઓ સાથે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.”

દિલ્હી પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, પાર્ક કરેલી કારમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન ઓફ કરી દીધો છે અને સામાન્ય વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક કરવામાં આવી છે અને તપાસ એજન્સીઓ ડોગ સ્ક્વોડ તથા ફોરેન્સિક ટીમની મદદથી પુરાવાઓ એકત્ર કરી રહી છે.