- સંસ્કૃત સમાચાર પત્રના સંપાદક સંપત કુમારનું નિધન
- પીએમ મોદી અને અમિત શાહ એ શોક વ્યક્ત કર્યો
દિલ્હીઃ- સમગ્રદેશ ભરમાં માત્ર એક સંસ્કૃત ભાષામાં સમાચાર પત્ર પ્રકાશિત કરવામાં આવે છે,જેનું નામ છે સુઘર્મા, આ સમાચાર પ્ચ્રના સંપાદક વી.કે સંપત કુમારનું નિધન થતા દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એ વિતેલા દિવસને બુધવારે દુખ વ્યક્ત કર્યું છે.
દેશના એક માત્ર સમચાર પત્રના સંપાદક તરીકે કાર્ય કરતા સંપત કુમારનું 64 વર્ષની વયે બુધવારના રોજ મૈસુરુમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. સંપત કુમાર અને તેમની પત્ની વિદુષી કે.એસ. જયલક્ષ્મીને તમામ અડચણઓ હોવા છત્તા આ સમાચાર પત્ર બહાર પાડવામાં અને સંસ્કૃતને લોકપ્રિય બનાવવાના યોગદાન માટે વર્ષ 2020 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, “વી સંપત કુમારનું વ્યક્તિત્વ પ્રેરિત કરનારું હતું. તેમણે સંસ્કૃત ભાષાને સાચવવાઅને ખાસ કરીને યુવાઓ વચ્ચે લોકપ્રિય બનાવવા અથાક પ્રયત્નો કર્યા. તેમની દ્રઢતાની સાથે તેમનો જુસ્સો પ્રેરણાદાયક હતો. તેમના મૃત્યુથી દુખી છું. પરિવારના સભ્યો અને તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના”.
ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને લખ્યું છે કે, કે.વી. સંપત કુમારનું જીવન સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત હતું. સંસ્કૃત ભાષાને સામાન્ય સામાન્ય બોલચાલનો બનાવવામાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહી. તેમના મૃત્યુથી સંસ્કૃત અને પત્રકારત્વ જગતને મોટી ખોટ છે. ભગવાન દિવ્ય આત્માને આશીર્વાદ આપે. શાંતિ