Site icon Revoi.in

વૈષ્ણો દેવી મંદિરની ઘટનાને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો – વળતર આપવાની કરી જાહેરાત

Social Share

 

શ્રીનગરઃ  જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગની ઘટનામાં 12 શ્રદ્ધાળુઓના મોત થયાના સમાચાર સામે આવ્યા છે તો સાથે જ 14 જેટલા લોકો ઘાયલ પણ થયા છે.આ ઘટના રાત્ર અંદાજે  લગભગ 2.45 વાગ્યે  શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચવાના કારણ સર્જાય હતી. આ ઘટના ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. આ અકસ્માત સવારે કલાકે થયો હતો.

આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે,પીએમ મોદીએ નાસભાગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને કેન્દ્રીય મંત્રીઓ જિતેન્દ્ર સિંહ અને નિત્યાનંદ રાય સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો

વડા પ્રધાન કાર્યાલયના રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી “વ્યક્તિગત રીતે આ બાબતની દેખરેખ રાખી રહ્યા છે અને માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગને કારણે સર્જાયેલી દુ:ખદ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.”

પીએમ મોદીએ નાસભાગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેકને રુપિયા 2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ મૃતકોના નજીકના પરિવારને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે પણ જાહેરાત કરી છે કે તમામ ઘાયલોની સારવાર શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જગપ્રસિદ્ધ ઘાર્મિક સ્થળ હોવાથી મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો અંહી આવતા હોય છે, માતા વૈષ્ણવદેવીના ભક્તોની ભીડ દરવર્ષે જામે છે.