Site icon Revoi.in

સંસદ ભવનના ઉદ્ધાટન મામલે વિપક્ષના વિરોધ વચ્ચે આ બે દળોનો પીએમ મોદીને મળ્યો સાથ

Social Share

દિલ્હીઃ-જ્યારથી જના સંસદ ભવનના ઉદ્ધાટનની વાત કરવામાં આવી છે ત્યારથી વિપક્ષા દ્રારા તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ દિવસે વિપક્ષે બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી છે, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહને લઈને હાલમાં રાજકીય ડ્રામામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને 19 વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશની સંસદનું ઉદ્ઘાટન ન કરાવવાને મુદ્દો ઉઠાવ્યો છે.

જોકે ઘણા વિરોધ પક્ષો આ ઉદ્ઘાટન સમારોહનો ભાગ હશે. અકાલી દળ આ કાર્યક્રમનો ભાગ હશે, આ સિવાય ઓડિશાના સીએમ નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ પણ આ ઉદ્ઘાટન સમારોહનો ભાગ બનવા જઈ રહ્યું છે.અનેક વિરોધ પક્ષ વચ્ચે આ બે દળોએ પીએમ મોદીને સાથ આવ્યો છે.

આ સહીત જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCP પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત માયાવતીની પાર્ટી બસપા પણ આ કાર્યક્રમનો ભાગ બનવા જઈ રહી છે. YSR કોંગ્રેસ વતી, આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ ટ્વીટ કર્યું છે કે “આ ભવ્ય અને વિશાળ સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરવા બદલ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપું છું.”આ સાથે જ એમ પણ કહ્યું કે સંસદ, લોકશાહીનું મંદિર હોવાથી, આપણા દેશની આત્માને પ્રતિબિંબિત કરે છે અને તે આપણા દેશના લોકો અને તમામ રાજકીય પક્ષોની છે, આવી શુભ ઘટનાનો બહિષ્કાર કરવો એ લોકશાહીની સાચી ભાવનામાં નથી.

બીજી તરફ રાજ્યની મુખ્ય વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ હજુ સુધી ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા અંગે પોતાનું વલણ જાહેર કર્યું નથી. પાર્ટીના પ્રવક્તા પટ્ટાભીરામ કોમરેડ્ડીએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે ટોચનું નેતૃત્વ એક-બે દિવસમાં આ અંગે ઔપચારિક જાહેરાત કરી શકે છે.ઉલ્લેખનીય છે કે  કોંગ્રેસ સહિત 19 વિપક્ષી દળોએ બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ સંસદના નવા ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો સામૂહિક રીતે બહિષ્કાર કરશે.