Site icon Revoi.in

કેબિનેટમાં બદલાવની અટકળો વચ્ચે પીએમ મોદીએ અમિત શાહ, જેપી નડ્ડા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

Social Share

 

દિલ્હીઃ- વિતેલા દિવસને ગુરુવારના રોજ પીએમ મોદીએ એક ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવી હતી જેમાં ગૃહમંત્રી અનિત શાહ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિતિ રહ્યા હતા આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી હતી જ્યારે કેબિનેટમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  કેન્દ્રીય કેબિનેટ અને ભાજપ સંગઠનમાં ફેરફારની અટકળો વચ્ચે આ બેઠક લગભગ 4 કલાક ચાલી હતી. આ બેઠકમાં  ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે  ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની મુલાકાતે હતા ત્યાર બાદ તેઓ આ ખાસ બેઠક માટે  દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના મોટા નેતાઓની સતત બેઠકો ચાલી રહી છે. તાજેતરમાં જેપી નડ્ડા, અમિત શાહ અને બીએલ સંતોષની બેઠક પણ યોજાઈ હતી. ભૂતકાળમાં ભાજપના ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખો પણ બદલવામાં આવ્યા છે.